Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળાના બાળકોને શૈક્ષણિક કીટ સાથે સન્માનઃ
જામનગર તા. ૧૩: લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ૭૭માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી સરપંચ, ગ્રામજનો, માદરે વતનમાં લંડનથી આવેલા દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના ૨૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે દાતાશ્રી સ્વ. કિરણકુમાર કેશવજી શાહ પરિવાર (હસ્તેઃ મધુબેન, અનુબેન, અંકુશભાઈ, શ્યામભાઈ, કમલેશભાઈ) દ્વારા તમામ ગ્રામજનોને અલ્પાહાર તથા બાળકોને લંચ બોક્સ પ્રોત્સાહનરૂપે આપવામાં આવ્યા હતાં.
શાળામાં ચાલતી રામહાટ (રાહતદરે સ્ટેશનરી)ની દુકાનમાં વર્ષ દરમિયાન સૌથી વધુ ખરીદી કરેલ પાંચ વિદ્યાર્થી તથા સંચાલન કરતા બે વિદ્યાર્થીને દાતાશ્રી માતુશ્રી જયાબેન વીરચંદ પરબત શાહ (અરિહંત ઈન્ડ. જામનગર, હસ્તે શાહ રૂપેશભાઈ) પરિવાર તરફથી પુરસ્કારરૂપે શૈક્ષણિક કીટ તથા મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. સાંંસ્કૃતિક કાર્યક્રમને અનુરૂપ મળેલ અનુદાન રૂપિયા ૨૧,૧૬૬ શાળાએ ગામમાં આયોજીત રામાપીરનો પાઠ (મંડપ) નિમિત્તે સેવાનું કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય જગદીશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial