Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેઠશ્રી હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળમાં
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયામાં આગામી તા. ૧૨-૦૪-૨૬ના રાત્રે નવ વાગ્યે શેઠશ્રી હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળમાં ગૌ સેવા પ્રેમીઓ તથા ગૌ સેવકોની ખાસ બેઠક રાજસ્થાનના સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. જેમાં ગૌ સેવા પ્રેમીઓ તથા ગૌસેવકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આગામી તા. ૨૭-૦૪-૨૬ના ગૌ સન્માન દિવસ ઉજવવા અભિયાન કરાયું હોય ગૌપ્રેમીઓ પોતાના વિસ્તારના મામલતદાર-કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા પ્રધાનમંત્રીને પ્રાર્થના પત્ર રજુ કરશે. જેમાં ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્ય અથવા રાષ્ટ્ર આધાર જેવું સન્માનિત પદ આપવું, ગૌ સેવા માટે ગૌચર બોર્ડ બનાવવું, ગૌ આધારીત કૃષિ સાથે ગૌ સેવા માટે કેન્દ્રીય કાનૂન લાગુ પાડવાની માંગણી કરવામાં આવશે.
રાજસ્થાનના પથમેળાના સાધ્વી પૂજ્ય બહુલા ગોપાલ સરસ્વતીજી ખંભાળીયાની વિવિધ ગૌશાળામાં તથા ગૌ સેવા કરતી સંસ્થાઓના કાર્યકરો તથા ટ્રસ્ટીઓ સાથે મુલાકાત લઈને ગૌ પ્રચાર કરી રહ્યા છે. જેમાં વિ.હિ.પ.ના પ્રવિણસિંહ કંચવા, નીતિશકુમાર ગોંડલીયા, ભમબા૫ુ રમેશભાઈ દાવડા, બિપીનભાઈ વિગેરે પણ જોડાયા હતાં. ખંભાળીયામાં ગૌસેવાની પ્રવૃત્તિઓ તથા સંસ્થાઓ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial