Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક શરતો અને પ્રોટોકોલ હેઠળ
તેહરાન તા. ૧૦: ઈરાને હોર્મુઝની ખાડીમાંથી રોજ માત્ર ૧પ જહાજોને જ પસાર થવાની મંજુરી આપી છે.
ઈરાને હોર્મુઝની ખાડીમાંથી એક દિવસમાં માત્ર ૧પ જહાજોને પસાર થવાની પરવાનગી આપી છે. આદરરોજ પસાર થનારા જહાજોની મહત્તમ સંખ્યા હશે. ઈરાને એમ પણ જણાવ્યું છે કે, આ મંજુરી માત્ર અમેરિકા સાથે ચાલી રહેલા કામચલાઉ યુદ્ધવિરામ દરમિયાન જ લાગુ રહેશે, જો કે આ દરમિયાન પસાર થતા જહાજો માટે ઈરાન દ્વારા બનાવવામાં આવેલા કડક પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય રહેશે. આ પ્રોટોકોલ ન મનનારા જહાજો વિરૂદ્ધ કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે, એક દિવસમાં માત્ર ૧પ જહાજોને જ હોર્મુઝની ખાડી પાર કરવા દેવામાં આવશે. દર વખતે જહાજના પસાર થવા માટે ઈરાનની મંજુરી અને એક ખાસ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી રહેશે. ઈરાને એ પણ સ્પષ્ટ કર્યું છેકે તેની સાથે કેટલીક શરતો પણ જોડાયેલી હશે. આમ હોર્મુઝના માર્ગે જહાજોની અવરજવર યુદ્ર પહેલા જેવી સામાન્ય સ્થિતિમાં આવતા ઘણો સમય લાગી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial