Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય અંદાજપત્ર દેશની સમૃદ્ધિ, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ રૂપરેખા છેઃ પૂનમબેન માડમ

બજેટની વિશેષતાઓ, વર્ણવવા જામનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ના લોકસભામાં રજુ થયેલા અંદાજપત્ર અંગે વિસ્તૃત જાણકારી આપવા જામનગર શહેર/જિલ્લા ભાજપ દ્વારા સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ સંકલ્પ, સ્પષ્ટ દિશા અને રાષ્ટ્રપ્રથમ વિચારધારના નેતૃત્વ હેઠળ નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ થયેલું આ બજેટ દેશની સમૃદ્ધિ, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ રૂપરેખા આપે છે.

કેન્દ્રીય બજેટમાં યુવાનોની ઉર્જા, મહિલાઓની સામર્થ્યશક્તિ, ખેડૂતોની મહેનત, શ્રમિકોની નિષ્ઠા અને ઉદ્યોગ સાહસિકોની નવીનતા રાષ્ટ્રનિર્માણના કેન્દ્રસ્થાને છે. આ બજેટ માત્ર આંકડાઓનો સરવાળો નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી અને ભારત ૨૦૪૭ સુધી વિકસિત, સમર્થ અને વૈશ્વિક નેતૃત્વ ધરાવતી શક્તિ બનાવવા માટેની મજબૂત યોજના છે.

આ અંદાજપત્રમાં દેશના તમામ વર્ગના લોકોને તથા તમામ તંત્રોને રાહત થાય તે રીતે કોઈપણ વેરાનું વધુ ભારણ લાદવામાં આવ્યું નથી. પરંતુ ખેડૂતો, ઉદ્યોગકારો, નાના ઉદ્યમીઓ, શ્રમિકો, મહિલાઓ, ગરીબો, યુવાનો સહિત તમામ વર્ગના વિકાસ માટે ચોક્કસ રૂપરેખા રજુ થઈ છે. કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રોના ઝડપી વિકાસ માટે માતબર નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકોટથી કાનાલુસ સુધી રેલવે ડબલ ટ્રેકનું કાર્ય પૂર્ણ થવામાં આવ્યું છે. અને તરત જ કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ડબલ ટ્રેકનું કામ શરૂ થઈ જશે. જેના કારણે આ છેવાડાના વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટી વધી જશે. ઉદ્યોગોને અને ઉતારૂઓની અવર જવરમાં મોટો લાભ થશે. રોજગારીની તકો વધશે.

જામનગરના એમએસ એમઈ એકમોને પણ મોટું પ્રોત્સાહન મળે તેવા પ્રાર્વધાન બજેટમાં છે. એકંદરે આ બજેટ દેશના સતત વિકાસને વેગ આપતું અને સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસના સૂત્ર સાથે ૨૦૪૭માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરતું બજેટ છે.

આ પત્રકાર પરિષદ સમયે શહેરના ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh