Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ ૫ૂનમબેન માડમએે પણ આપી હાજરી
ધ્રોલ તા. ૧: ધ્રોલ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવ તા. ર૬-૩-ર૦ર૬, ગુરૂવારથી શરૂ થયો છે જે તા. ૧-૪-ર૦ર૬ સુધી ચાલશે. આ જ્ઞાનયજ્ઞમાં સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા કુલ ૧૯ પોથીઓ નોંધાવવામાં આવી છે. જે ભક્તિમય વાતાવરણને વધુ પ્રગાઢ બનાવી રહી છે.
કથાના પ્રથમ દિવસે માધવરાય મંદિરથી વાજતે-ગાજતે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જે લોહાણા મહાજન વાડીએ વિરામ પામી હતી. જામનગરના સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી હિતેષભાઈ (શ્રી રાધે) બાલકૃૃષ્ણભાઈ જોષી વ્યાસપીઠ પર બિરાજી પોતાની મધુર વાણીથી શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવી રહ્યાં છે. દરરોજ સાંજે પ થી ૮ વાગ્યા સુધી વહેતી ભક્તિની આ સરવાણીમાં તરબોળ થવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. કથા વિરામ પછી દરરોજ તમામ કથાશ્રાવકો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિકોત્સવના ચોથા દિવસે જામનગરના સાંસદ પૂનમબેન માડમે ખાસ હાજરી આપી હતી. તેમણે વ્યાસપીઠના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં અને આ તકે આયોજકો સાથે મુલાકાત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial