Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખાબાવળ રોડ પર આવેલ મણીભદ્ર વિલા-૧માં
જામનગર તા. ૧: જામનગર તાલુકાના લાખાબાવળ રોડ પર આવેલ મણીભદ્ર વિલા-૧માં મુખ્ય યજમાન કીર્તિભાઈ રતિલાલ દોઢીયા દ્વારા શ્રી ઓમકારેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ્વ. રતિલાલ રાયશીભાઈ દોઢીયાની પુણ્ય સ્મૃતિમાં તેમના પત્ની લીલાવંતીબેન રતિલાલભાઈ દોઢીયા, પુત્ર કીર્તિભાઈ રતિલાલભાઈ દોઢીયા, પુત્રવધૂ મીનાબેન કીર્તિભાઈ દોઢીયા, પુત્રી સ્વ. હંસાબેન રતિલાલભાઈ દોઢીયા, પૌત્રી એડવોકેટ જીનલબેન કીર્તિભાઈ દોઢીયા, પૌત્રી (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) સુલસાબેન કીર્તિભાઈ દોઢીયા દ્વારા ઓમકારેશ્વર મહાદેવની ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૧૩ થી ૧૫-૩-૨૬ સુધી આયોજન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિઓની રૂપરેખા
પ્રથમ દિવસ તા. ૧૩ના ભૂદેવો દ્વારા યજ્ઞની તૈયારી, દેહશુદ્ધિ, પ્રાયશ્ચિત વિધિ, ગણેશ પૂજા, પંચાંગ કર્મ, કુટીર હોમધાન્યા ધિવાસ સાથે પૂજા આરતી, દ્વિતીય દિવસ તા. ૧૪ના સ્થાપિત દેવતા પૂજન, શોભાયાત્રા, જલયાત્રા, ગ્રહશાંતિ યજ્ઞ, દેવ મહા સ્નપન વિધિ, સપ્યા ધિવાસ, ન્યાસ-સાયં પૂજા આરતી, તૃતીય દિવસ તા. ૧૫ના સ્થાપિત દેવતાની પૂજન પ્રધાન, હોમ આદી કર્મ, દેવ ગર્ભ ગૃહ સ્થાપન વિધિ, પ્રતિષ્ઠા ફલ ફલાદી, હોમ ઉત્તર તંત્ર, પુર્ણાહૂતિ/બીડું હોમવાનું, મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.
આ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રીજી હિતેશભાઈ આર. પંડયા તથા અન્ય ભૂદેવોએ સેવાયજ્ઞ સાથે આશીર્વાદ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનો જિલ્લામાં પ્રતિષ્ઠિત આગેવાનો, મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, મણીભદ્ર વિલા-૧ સોસાયટી, શ્યામ રેસીડેન્સી તેમજ આજુબાજુના ગામના નગરજનોએ આ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial