Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામદારો હડતાલ પર હોવાથી એફિલ ટાવરને મારવા પડયા તાળા
પેરિસ તા. ૩: ફ્રાન્સમાં ફરીથી રાષ્ટ્રપતિ મેક્રોનની સરકાર વિરોધમાં ફરીથી દેખાવો શરૂ થયા છે અને બે લાખ દેખાવકારો રસ્તા પર ઉતર્યા છે.
ફ્રાન્સમાં આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે પ્રચંડ દેખાવ થઈ રહૃાો છે. દેશભરના ૨૦૦થી વધુ શહેરો અને નગરોમાં હજારો કામદારો, નિવૃત્ત લોકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પેરિસમાં પ્લેસ ડી'ઇટાલીથી શરૂ થયેલી આ કૂચથી આખા શહેરને હચમચી ગયું. હડતાળને કારણે દેશના પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ, એફિલ ટાવર બંધ રહૃાો હતો. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં અંદાજે બે લાખ જેટલા દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પેરિસના પ્લેસ ડી'ઇટાલીથી બપોરે ૨ વાગ્યે શરૂ થયેલી રેલી પ્લેસ વોબન પહોંચી. દેખાવકારોએ ફ્લેયર્સ પ્રગટાવી, બેનરો લહેરાવ્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની, સોસાયટી ડી'એક્સપ્લોઇટેશન ડે લા ટૂર એફિલ (એસઈટી)ના વડા જીન-ફ્રાન્કોઇસ માર્ટિન્સે જણાવ્યું હતું કે, 'મોટાભાગના કામદારો હડતાળ પર હતા, તેથી રાષ્ટ્રીય હડતાળ આંદોલનને કારણે એફિલ ટાવરને તાળા મારી દેવાયા હતા.'
ઓનલાઈન ટિકિટ ખરીદનારા પ્રવાસીઓને રિફંડની ખાતરી આપવામાં આવી છે. તાજેતરના દિવસોમાં આ બીજી વખત છે જ્યારે એફિલ ટાવર વિરોધ પ્રદર્શનોને કારણે બંધ કરવામાં આવ્યો છે, પહેલો વખત ૧૮મી સપ્ટેમ્બરના રોજ બ્લોક એવરીથિંગ ઝુંબેશ દરમિયાન બંધ કરાયો હતો. કોઈપણ હિંસા અટકાવવા માટે પોલીસે ૭૬,૦૦૦ કાયદા અમલીકરણ અધિકારીઓને તહેનાત કર્યા છે. અગાઉના દેખાવકારોએ આગચંપી અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૧૮મી સપ્ટેમ્બરના રોજ પાંચ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા, ત્યારે એક વિશાળ કૂચ પછી આ દેખાવ ફરી શરૂ થયા છે. ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા ચરમસીમાએ છે પ્રમુખ ઇમેનુએલ મેક્રોનના નેતૃત્વ હેઠળની સરકાર પાસે સંપૂર્ણ બહુમતીનો અભાવ છે. દેખાવકારોએ એલવીએમએચના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટ જેવા અબજોપતિઓ સામે પોસ્ટરો પ્રદર્શિત કર્યા, જેમના પર ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ છે. વિરોધ પક્ષો અને પાયાના સંગઠનો પણ આંદોલનમાં જોડાયા છે. સંસદ વર્ષના અંત સુધીમાં બજેટ બિલ પર ચર્ચા કરશે, જ્યાં યુનિયનો વધુ દબાણ લાવવાનો વ્યૂહ ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial