Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૦ કિ.મી.થી વધુ ગતિમર્યાદામાં વાહન ચલાવવા પ્રતિબંધ

ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગે જાહેરનામું:

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. રપઃ આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકામાં દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત દરમ્યાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.

આ જાહેરનામાં અંતર્ગત રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોના કારણે કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂ થાય ત્યાંથી ઝાખર પાટીયા-ખંભાળિયા-રાણ લીંબડી-ભાટીયા-દ્વારકાનો રૂૂટ,  ઝાખર પાટીયા-ખંભાળિયા-રાણ લીંબડી-ગુરગઢ- દ્વારકાનો રૂટ, દ્વારકા-ઓખાનો રૂટ, દ્વારકા - નાગેશ્વરનો રૂટ, ભાટીયા-હર્ષદ માતાજી ( ગાંધવી)નો રૂટ, હર્ષદ માતાજી (ગાંધવી) દ્વારકાના રૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. ૨૫-૦૨-૨૬થી તા. ૦૪-૦૩-૨૬ સુધી તેમનું વાહન ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામું અત્રેથી અથવા પોલીસ અધિક્ષકશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા પરવાનગી અપાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh