Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આરટીઆઈ અરજદારોને સંબંધિત અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં ઠાગાઠૈૈયા

કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ પારદર્શિતા ઈચ્છતા જ નથી...!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં આરટીઆઈ અજદારોને સંબંધિત માહિતી અધિકારી દ્વારા માહિતી આપવામાં આવતી નથી. પ્રથમ અપીલ અધિકારીઓ અરજદારોને સાંભળતા નથી, ઉલ્ટાનું અપમાનિત કરે છે તેવી ઉગ્ર રજૂઆત ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ એસો.ના સ્થાનિક અરજદારો-હોદ્દેદારોએ આવેદનપત્ર પાઠવીને કરી છે.

જામનગર શહેર-જિલ્લામાં આવેલ વહીવટી તંત્ર, પોલીસતંત્ર અને કલેક્ટર નાગરિકોને જાહેર માહિતી અધિકારીઓ માહિતી આપતા જ નથી. અધુરી આપે છે, અને ગેરમાર્ગે દોરતી આપે છે અને આમ કરીને માહિતી અધિકાર-કાયદાની અમલવારી કરવામાં જબરો અવરોધ ઊભો કરે છે. પ્રથમ અપીલ અધિકારીઓ અ૫ીલની સુનાવણી વખતે અરજદારોને સાંભળતા જ નથી. માહિતીની અરજીઓ ફાઈલે કરી નાખે છે. જાહેર માહિતી અધિકારીઓને બચાવે છે અને અરજદારોને અપમાનિત કરીને કાઢી મૂકે છે. આ બાબતો મુજબ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે.

સરકારી તંત્રમાં બેઠેલા કર્મચારીઓ અને અધિકારીઓ પૈકી કેટલાક ભ્રષ્ટ કર્મીઓ વહીવટમાં પારદર્શિતા આવે તેવું ઈચ્છતા નથી. કોઈપણ રીતે અરજદારોને માહિતી ન મળે તેવા મરણિયા પ્રયાસો કરે છે. આથી અરજદારો હારી, થાકીને હતાશ થઈ જાય છે.

આવા કર્મીઓ વિરૂદ્ધ કોઈની પણ શેહ-શરમ વિના તાત્કાલિક માંગવામાં આવેલી માહિતી સમય મર્યાદામાં આપવા, અપીલના કિસ્સા ઝડપથી નિપટાવવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh