Advertisement
Author: નોબત સમાચાર

પૂ. વીરદાદા જશરાજજીઃ ગૌ રક્ષક-ધર્મ રક્ષક અને શૌર્ય પ્રતીક

સમસ્ત લોહરાણા પરિવારના આરાધ્ય દેવ

                                                                                                                                                                                                      

વ્યક્તિ પૂજા કે રાજય સત્તાધીશોની ખુશામતમાં નહીં માનનારી ખમીરવંતી આર્યપ્રજા માટે વીરગતિ પામનાર કુમાર વીરદાદા જશરાજ અને અન્ય બલિદાન આપનાર મરજીવાઓની સ્મૃતિ અવારનવાર તાજી કરવાથી આવા મહાન આત્માઓના જીવન અને બલિદાનમાંથી પ્રેરણા મળી રહે છે.

ઈ.સ. ૧૦૪૮માં રઘુવંશીય જયેષ્ઠભાઈ વચ્છરાજની ઈચ્છાથી જ કુમાર જશરાજનો સોળ વર્ષની નાની વયે લોહકોટના રઘુરાણા તરીકે રાજયાભિષેક થયો. રામરાજયના સમયમાં ભરતજીએ ગાંધારપ્રદેશ (કંદહાર) સુધીની ભૂમિ છત્રછાયા નીચે આણેલી તેની રક્ષાકાજે કુમાર જશરાજના પૂર્વજોએ અનેક યુદ્ધોમાં ઝનૂની ઈસ્લામી હુમલાઓને ખાળ્યા હતા.

ઈ.સ. ૧૦૩રમાં જન્મેલા કુમાર જશરાજે સોળ વર્ષની વયે રાજ્યારોહણ સાથે ઓજસ્વી પ્રવચન આપી આંતરવિગ્રહ મીટાવી રામ-રાજયના કેશરીયા સૂર્ય ધ્વજ સમક્ષ રાજદંડ ધારણ કરી ભારતના સરહદી રાજય લોહરને પ્રજારાજય જાહેર કર્યું. દિલ્હી સમેત અન્ય ભાગોમાંથી આવેલ ભારતના રઘુવંશી રાજાઓને તેમના પિતૃઓની શહાદતોનું સ્મરણ કરાવી આંતર કલેશ દૂર કરી

દગાબાજી કરનાર મલેચ્છ સાલાહશાહ જલાલના દરબારના જશરાજ સોદાગાર બની ઘોડા વેચવા પહોંચી ગયા સોદામાં જલાલની હાસી ઉડાડી શાહ જલાલે જણાવ્યું કે શાહીમીરા (જશરાજ)ને જીવતો યા મરેલો પકડી લાવનારને દશ લાખ અશરફી આપીશ.

આ સમયે ઈ.સ. ૧૦૫૮ના જાન્યુઆરીમાં મહાસુદ પાંચમ-વસંતપંચમીના મહારાજા જશરાજના વિવાહ નક્કી થયા. આ લગ્ન અટકાવવા તાર્તાર, ઈસ્લામી, ઈરાનીઓ, આરબો, ગીઝનીઓ વગેરેએ એક દરબાર ભરી જશરાજના લગ્ન અટકાવવા કાવતરું ઘડયું. આ કાવતરામાં ગાયો લૂંટી તેની આડશે રક્ષણ મેળવી કન્યાને ઉપાડી જવાની દગાખોર યોજના ઘડાઈ, લગ્નના આગલા દિવસે ઉનળકોટની ગાયો લૂંટાઈ. સેનાપતિ સિંધુદેવે લગ્નમાં વિઘ્ન ન પડે તે ઈરાદાથી એક હજાર સેનાનીઓ સાથે લાતુર ગઢના દરવાજા તોડી રહેલા દુશ્મનો ઉપર હુમલો કર્યો અને મલેચ્છ સેનાને ભગાડી જશરાજના ઉપર છત્ર ધરવા અશ્વ ઉપર દોડ મૂકી પણ. ગોમતી પહાડીના જંગલમાં છુપાઈ રહેલા સરદાર શમસુદીનના છુટા પ્રહારથી સિંધુદેવ વીંધાઈ ગયા અને તેમનો અશ્વ શબ લઈને લગ્નમંડપમાં પોખાતા જશરાજ પાસે પહોંચી ગયો. મીઢળબંધી કુમાર જશરાજ લગ્નમંડપ છોડી. વરમાળા ઉતારી પોતાના પંચકલ્યાણી અશ્વ ઉપર સવાર થઈ સામંતો સાથે યુધ્ધે ચડે છે. જશરાજના સામંત સરદાર દાવડાએ બાલીસ્ટાનના સરદાર શમસુદીનને ભાલાનો છુટો પ્રહાર કરી વીંધી નાંખ્યો. લોહર સેનાએ દુશ્મન સેનાને ધમરોળી નાંખી પણ સામંતો અને સૈનિકોને શહીદી વહોરવી પડી કેટલાંક દગાખોર બ્લાહારી સેનાનીઓએ વીરગતિ પામેલ લોહર સેનાનીઓના કપડાં પહેરી લઈ વીરકુમાર જશરાજની વિજયકુચમાં દગાથી ભાગ લીધો. દરવાજા પાસે એક સજ્જ મ્લેચ્છ સૈનિક જશરાજના અશ્વ પાસે આવી ઠાકુરી પોશાકમાં રહી સાંગનો છૂટો પ્રહાર કર્યો જેથી જશરાજનું માથું ધડ ઉપરથી છુટું થઈ ગયું.

જશરાજના ધડ અને ઘવાયેલા પંચકલ્યાણી અશ્વે જંગ ચાલુ રાખ્યો. જશરાજનું ધડ શાન્ત ન થતાં લાહોર સરદારોએ વીર જશરાજના ખંડિત લગ્નના શોક સ્મરણાર્થે પોતાના લગ્ન સમયે ચિન્હો ધારણ કરવાની પ્રતિજ્ઞાઓ લઈ ધડ ઉપર પાણી છાંટયું. મીઢળબંધી વીર કુમાર જશરાજે અને તેમના અશ્વ (ઈ.સ. ૧૦૫૮ના રર જાન્યુઆરીએ) છેલ્લા શ્વાસ લીધા. (આની યાદમાં આપણે ત્યાં વરરાજાને માથે સફેદ કપડાંનો કટકો બાંધવામાં આવે છે.

દર વખતે રર જાન્યુઆરીએ વીરદાદા જશરાજનું સ્મરણ કરી રાષ્ટ્રના સીમાડા સાચવનારની શહાદતની શાન જાળવીએ. આજેય ભારતની સરહદે અહર્નિશ જાગૃત પ્રહરી બની કપરી પરિસ્થિતિમાં ખડે પગે ફરજ બજાવનાર લશ્કરના જવાનો અને દેશપ્રેમી નાગરિકોને એમાંથી પ્રેરણા મળી રહેશે. તા. રર જાન્યુઆરીના શહીદ દિનને દિવસે આપણે (લોહાણા સમાજ) સૌ શ્રદ્ધાંજલિ અર્પી તેને આપેલ શહીદીને સાર્થક કરીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh