Advertisement
Author: નોબત સમાચાર

મોડા ગામમાં વીજ ચેકીંગ માટે ગયેલા કર્મચારીને ચાર શખ્સે ઝીંકી દીધો ફડાકો

ચેકીંગ શીટ ફાડી નાખી ફોટા ડિલિટ કરાવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર નજીકના મોડા ગામમાં ગઈકાલે વીજ ચેકીંગ માટે ગયેલી વીજ કંપનીના કર્મચારીઓની ટીમને ચાર શખ્સે એક મકાનમાં વીજ ચેકીંગ ન કરવા ફરમાન કર્યા પછી ઝપાઝપી કરી એક કર્મચારીને ફડાકો ઝીંકયો હતો અને ચકીંગ શીટ ફાડી નાખવા ઉપરાંત મોબાઈલમાં વીજ ચેકીંગની કાર્યવાહીના પાડવામાં આવેલા ફોટા પણ ડિલિટ કરાવ્યા હતા. પોલીસે ફરજ રૂકાવટ સહિતના ગુન્હા નોંધ્યા છે.

જામનગર તાલુકાના મોડા ગામમાં ગઈકાલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટૂકડી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતા સુલેમાનભાઈ સુમારભાઈ દોઢીયા નામના અધિકારીના વડપણ હેઠળ વીજ ચેકીંગ માટે પહોંચી હતી.

ત્યાં આવેલા કેટલાક મકાનોમાં વીજ ચેકીંગ કરી રહેલી ટૂકડી જ્યારે ગજેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા નામના આસામીના મકાને વીજ ચેકીંગ માટે પહોંચી ત્યારે ડખ્ખો થયો હતો. ત્યાં હાજર ગજેન્દ્રસિંહ તથા તેના ભાઈ અને અરવિંદસિંહ સતુભા જાડેજા તેમજ એક અજાણ્યા શખ્સે આ મકાનમાં વીજ ચેકીંગ ન કરવા જણાવ્યું હતું. ત્યારે સુલેમાનભાઈએ ફરજના ભાગરૂપે ચેકીંગ કરવું પડશે તેમ કહી પોતાના મોબાઈલમાં વીજ ચેકીંગની ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું.

આ વેળાએ ઉશ્કેરાયેલા ગજેન્દ્રસિંહ, તેના ભાઈ તથા અરવિંદસિંહ અને અજાણ્યા શખ્સે સુલેમાનભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચેકીંગ શીટ ફાડી નાખી હતી અને તેઓના મોબાઈલમાં પાડેલા ફોટા ડિલિટ કરાવી ઝપાઝપી શરૂ કરી હતી. આ વેળાએ સુલેમાનભાઈને ફડાકો મારી લેવામાં આવ્યો હતો. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh