Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોર્ડની ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સફળતા માટે
જામનગર તા. ૨૯: દેશમાં અને બારમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કરેલ મહેનત સાર્થક બને, તેવા શુભભાવથી તા. ૦૧-૦૨-૨૦૨૬ના રવિવારે ગાયત્રી શકિતપીઠ જામનગરમાં ૧૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સવારે ૮ થી ૧૨ દરમ્યાન કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક સંપન્ન થનાર આ યજ્ઞમાં જોડાનાર વિદ્યાર્થીનું અક્ષત-કુમકુમથી સ્વાગત કરી, શુભેચ્છા સ્વરૂપે પેન-પુસ્તક અર્પણ કરી, મીઠું મોઢું કરાવવામાં આવશે.
વિદ્યાર્થીઓના હસ્તે યજ્ઞમાં ગાયત્રી, સરસ્વતી, ગણેશજી, ગુરૂજી, સુર્યનારાયણ તેમજ મહામૃત્યુંજય મંત્રની આહુતિ અપાવવામાં આવશે. પહેલી પાળી ૮ થી ૯ બીજી પાળી ૯ થી ૧૦, ત્રીજી પાળી ૧૦ થી ૧૧ અને ચોથી પાળી ૧૧ થી ૧૨ એમ ચાર પાળીમાં યજ્ઞકાર્ય ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાને અનુકુળ પાળીમાં નામ નોંધાવી શકશે. વિદ્યાર્થીઓએ જે તે પાળીના સમયે કરતાં ૫ મિનિટ વહેલા આવવાનું રહેશે. યજ્ઞની દરેક પાળીના અંતે કેળવણીકાર દ્વારા ૫ મિનિટની પ્રેરણાત્મક સ્પીચ આપવામાં આવશે. શુભકામના યજ્ઞમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તા. ૩૦-૦૧-૨૦૨૬ સુધીમાં પોતાના નામની નોંધ ગાયત્રી શકિતપીઠમાં સવારે ૯ થી ૧૨ અને સાંજે પછી ૪ થી ૮ દરમ્યાન કરાવવા વિનંતી. ગાયત્રી શકિતીપીઠના સંપર્ક દ્વારા શાળામાં/ છાત્રાલયમાં પણ યજ્ઞનો કાર્યક્રમ ગોઠવી શકાશે. તેમ શ્રી વેદમાતા ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી/ ટ્રસ્ટીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial