Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૦/૩૧ જાન્યુઆરીએ
ભાણવડ તા. ૨૯: ભાણવડ તાલુકામાં તા. ૩૦ અને ૩૧ જાન્યુઆરીના બે દિવસમાં રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઈ બેરાના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ભાણવડના રાણપર તાલુકા પંચાયત સીટમાં પાછતરડી આંગણવાડીના મકાનનું લોકાર્પણ ૩૧-૦૧ના થશે તથા પાછતરડીમાં વાછરાદાદા રોડ પર મિટિંગ યોજાયેલ છે. આ ઉપરાંત રાણપર વાડી શાળાના મકાનનું લોકાર્પણ થશે તથા કંટોલીયા પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ થશે તથા ગડુ ગામ પાસે બ્રિજના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. તમામ સ્થળે વિકાસિત ભારત અંતર્ગત જી રામજીની યોજના સંદર્ભમાં બેઠક થશે.
૩૦-૦૧-૨૬ના ટીંબડી ગામે ટીંબડી બ્રિજનું ખાતમુહૂર્ત, મેવાસા તાલુકા પંચાયત સીટમાં, કાટકોલા તાલુકા પંચાયત સીટના કલ્યાણપુરમાં પણ બ્રિજનું ખાતમુહૂર્ત, મોટા કાલાવડ સીટના મોડપરમાં મોડપર સુવિધા પથનું લોકાર્પણ, શીવા તા.પં. સીટમાં શીવા આંગણવાડી તથા શીવા સુવિધા પથનું પણ લોકાર્પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial