Advertisement
Author: નોબત સમાચાર

ચાંદી ચાર લાખને પાર, સોનું ૧.૯૩ લાખથી વધીને ઓલ ટાઈમ હાઈ

વિશ્વમાં અશાંતિ અને ડોલર નબળો પડતા

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૯: સોના-ચાંદીના ભાવો આજે બજાર ખુલ્યા પછી ઐતિહાસિક રેકોર્ડ પર પહોંચ્યા છે, અને ચાંદી પ્રથમવાર રૂ।. ચાર લાખને પાર પહોંચી છે. તો સોનામાં રૂ।. ૧૫,૯૪૩નો તોતિંગ ઉછાળો નોંધાતા ૧.૯૩ લાખથી વધીને ઓલટાઈમ હાઈની સ્થિતિ દર્શાવી રહી છે.

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના ચાંદીએ ઇતિહાસ રચતાં પ્રથમવાર ૪,૦૦,૦૦૦ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. એમસીએકસ પર ચાંદીનો વાયદો ૩,૯૯,૦૦૦ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ૪,૦૭,૪૫૬ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

અગાઉના ૩,૮૫,૩૬૬ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ૧૬૬૩૪(+૪.૩૨%)નો જંગી ઉછાળો નોંધાયો છે. બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. એમસીએકસ પર સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ।.૧,૮૨,૪૬૭ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું રૂ।. ૧,૯૩,૦૯૬ના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના રૂ।.૧,૭૭,૧૫૩ના બંધ ભાવ સામે કુલ રૂ।.૧૫,૯૪૩ (+૮.૯૫%)નો વધારો દર્શાવે છે. આજે બપોરના સુમારે સોનું ૧,૯૩,૦૦૦ની આસપાસ ટ્રેડ થઈ રહૃાું હતું.

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડોલરની વધતી જતી વેલ્યુને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહૃાા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh