Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલ વચ્ચે આંશિક ઘટાડા સાથે
જામનગર તા. ૧૪: જામનગરમાં વરસાદી માહોલ અને ઝપાટાબંધ રીતે ફૂંકાયેલા તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩પ.૬ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા યથાવત્ રહ્યા છે. ગોરંભાયેલા આકાશના વચ્ચે વરસાદની હાથતાળીથી લોકો નિરાશ થયા છે. સવારે પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા પડ્યા હતાં.
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાયેલા તેજીલા વાયરાઓ અને વરસાદી વાદળોની આવન-જાવનના કારણે આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩પ.૬ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં શનિવારે સવાર પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીનેે ૭ર ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial