Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેભાન બની ગયેલા મહિલાનું મૃત્યુઃ
જામનગર તા. ૪: ઉત્તરપ્રદેશના એક શ્રમિક ગુરૂવારે ખાનગી કંપનીમાં કડીયાકામ કરતા હતા ત્યારે ચક્કર તથા ઉલ્ટી થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે આજે સવારે એક મહિલા પોતાના ઘરમાં બેભાન બની ગયા પછી મૃત્યુ પામ્યા છે.
જામનગર નજીકના બેડ ગામમાં ટાઉનશીપ પાસે ભાડાના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બયારા ગામના વતની અવધેશ રામસુરત યાદવ નામના પ્રૌઢ ગુરૂવારે ખાનગી કંપનીના એરોમેટીક એરીયામાં કડીયાકામ માટે ગયા પછી તેઓને ઉલ્ટી થઈ હતી અને ચક્કર આવી ગયા હતા.
આ કામદારને ખાનગી કંપનીની હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સુરેન્દ્ર ચંદ્રશેખર યાદવે પોલીસને જાણ કરી છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧રમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા ઉમાબેન રમેશભાઈ ભટ્ટ નામના મહિલા આજે વહેલી સવારે પોતાના ઘરે બેશુદ્ધ બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા છે. રમેશભાઈ લક્ષ્મીશંકર ભટ્ટે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial