Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનથી મૃત્યુનો આંકડો વધીને ૧૪નો થયો

ચોતરફ તબાહીના દૃશ્યોઃ માર્ગો બંધઃ એલર્ટ

                                                                                                                                                                                                      

શિમલા તા. ૪: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ-ભૂસ્ખલનથી મૃત્યુનો આંકડો વધીને ૧૪નો થયો છે હિમાચલ પ્રદેશમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનનો કહેર યથાવત છે. છેલ્લા ૩ દિવસમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ૧૪ લોકોના મોત થયા છે. કિન્નોરમાં પૂર અને ભૂસ્ખલનથી શિમલા-રિકાંગપિઓ એનએચ બંધ થયો. ૪૯ રસ્તાઓ અને ૩ ટ્રાન્સફોર્મર બંધ છે.

રાજ્યને ૧૬ કરોડનું નુકસાન થયું છે. ૫ જુલાઈથી વધુ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ છે. ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં કુદરતી આફતોના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૧૪ થઈ ગઈ છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, આ અકસ્માતોમાં ૧૨ લોકોના મોત હવામાન સંબંધિત ઘટનાઓમાં થયા છે, જ્યારે ૨ લોકોએ રોડ એક્સિડન્ટમાં જીવ ગુમાવ્યા છે.

કિન્નોર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે આશરે ચાર વાગ્યે થયેલા ભારે વરસાદને કારણે ચોલિંગ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરની સાથે આવેલા ભારે કાટમાળના કારણે શિમલા-રિકાંગપિઓ રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ) આશરે ૩૦ મીટર સુધી બંધ થઈ ગયો હતો, જે સવારે ૧૦ વાગ્યા સુધી બંધ રહૃાો હતો.

આ દરમિયાન હાઈવે પરથી પસાર થઈ રહેલી બે કાર કાટમાળની લપેટમાં આવી ગઈ હતી, પરંતુ સદનસીબે તે સમયસર રોકાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત, રિબ્બામાં પણ પૂર આવવાના કારણે રિબ્બા-કંડે સંપર્ક માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં ૩૦.૯ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૧૦૬ ટકા વધુ છે. ખાસ કરીને કિન્નોરમાં સામાન્ય કરતાં ૪૨૩ ટકા વધુ વરસાદ થયો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હાલમાં પણ રાજ્યના ૪૯ રસ્તાઓ અને ૩ ટ્રાન્સફોર્મર બંધ છે.

હવામાન વિભાગે ૫ જુલાઈથી મોન્સૂન વધુ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે અને ૧૨ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં ૬ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે, જેમાં કુલ્લુના ભુંતરમાં સૌથી વધુ ૬.૨ ડિગ્રીનો વધારો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂન મહિનામાં ૧૯૦૧ પછીનો ૪૪મો સૌથી ઓછો (૬૪.૯ મિલીમીટર) વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૩૬ ટકા ઓછો છે. જૂન મહિનામાં સૌથી વધુ ૧૧૫ મિલીમીટર વરસાદ મંડી જિલ્લામાં નોંધાયો હતો. હાલમાં પ્રશાસન દ્વારા કાટમાળ હટાવવાની અને જરૂરી સેવાઓ પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.અને કરોડોનું નુકસાન થયુ છે. ભારે વરસાદ પછી પૂર-ભૂસ્ખલનથી ચારેકોર વિનાશ વેરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh