Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારે કુલ ૧૫૧ બસો મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરી હતી તે પૈકી
જામનગર એસ.ટી. ડેપોને ફાળવવામાં આવેલી સાત નવી બસોને ગઈકાલે આગેવાનોએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ગત તા. ૩૦ના ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ ૧૫૧ એસ.ટી.ની બસો માંથી જામનગર એસ.ટી. ડેપોને ફાળવેલ સાત નવી બસોને તા. ૧ ના જામનગર એસ.ટી. ડેપોથી મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં શહેરના મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેષ કગથરા, મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા આશિષ જોષી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ વિમલભાઈ કથગરા, જામનગર વિભાગના એસ.ટી.ના નિયામક બી.સી.જાડેજા, ડીએમઈ એસ.કે.કલોલા, ડીટીઓ જે.વી.ઈરસાણી, ડેપો મેનેજર એન.બી.વરમોરા, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને બસોને જુદા જુદા રૂટ પર ઝંડી બતાવી રવાના કરી હતી. જેમાં જામનગર-બારીયા સાંજે ૭ કલાકે, જામનગર-સંજેલી બપોરે ૩:૪૫ કલાકે, જામનગર-નારાયણસરોવર સવારે ૧૧:૩૦ કલાકે તેમજ જામનગર-અમદાવાદ રાત્રે ૧૨:૧૫ કલાકે જામનગર ડેપોથી રવાના થશે. આ નવા રૂટની બસનો લાભ લેવા એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરોને અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial