Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના નગરોને ગ્રોથ અને ગ્રીન હબ બનાવાશેઃ મૂળુભાઈ બેરા

જામનગર જિલ્લાના પ્રભારીમંત્રીની મહાપાલિકાના શાસકો અને પ્રશાસકો સાથે બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨: જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે પર્યાવરણની જાળવણી, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, સાફ-સફાઈ, શહેરના વિકાસકાર્યો તથા લોકમેળાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી લગત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડયું હતુ તેમણે કહ્યું હતું કે, રાજય નગરોને ગ્રોથ હબની સાથે ગ્રીન હબ બનાવવા સરકાર પ્રયત્નશીલ છે.

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જનું કાર્યાલયના મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગર પાલિકાના મિટિંગ હોલમાં મહાનગર પાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આંતરમાળખાકીય સુવિધા, શહેરી સડક યોજના, આઉટ ગ્રોથ એરિયા ગ્રાન્ટ, લોકભાગીદારી, આગવી ઓળખ, ફ્લાય ઓવરબ્રિજ, રેલ્વે ઓવરબિજ, અમૃત યોજના, પી.એમ.ઈ. બસ સેવા અંતર્ગત જામનગર જિલ્લાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અનુસંધાને લગત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી વિકાસ કાર્યો અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી હતી.

બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર સહીત રાજ્યના મહાનગરો, નગરોને ગ્રોથ હબની સાથે ગ્રીન હબ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જામનગર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન નિયમિત થાય તે સુનિશ્ચિત કરવા, સાફ-સફાઈ, લોકોની રજુઆતો ધ્યાને લઈને કામગીરી કરવા તેમજ હેરીટેજ સ્થળોના વિકાસ અંગે સુચારૂ આયોજન હાથ ધરવા મંત્રીએ લગત અધિકારીઓને સૂચન કર્યું હતું. આગામી દિવસોમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન થનાર છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં આંતર માળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત જુદા જુદા સી.સી.રોડ, પેવર બ્લોક, આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગના કામો તેમજ ભૂગર્ભ ગટર શાખા, કોમ્પ્યુટર શાખા, સિવિલ શાખા, લાઈટ શાખા, સોલીડ વેસ્ટ શાખા, વોટર વર્કસ શાખા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા, ટી.પી.ડી.પી.શાખાની સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરી સડક યોજના, આઉટગ્રોથ યોજના, લોક ભાગીદારી અંતર્ગતના કામો, આંગણવાડીના કામોની મંત્રીએ માહિતી મેળવી હતી. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય સુવિધાઓમાં ૪ ફ્લાયઓવર બિજ, ૨ રેલવે ઓવરબ્રિજ, ૨ રિવર બ્રીજના કામો તેમજ પી.એમ.ઈ બસ સેવા યોજના, આવાસોનું રીડેવલોપમેન્ટ, વોટર એક્શન પ્લાનના કામો તથા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આયોજનો અંગે લગત અધિકારીઓએ મહિતી આપી હતી. ઉપરાંત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, જામનગર શહેરમાં વન કવચ તથા બગીચાઓ બનાવવા અંગે અને ટ્રી ગાર્ડસ લગાવી જામનગર શહેરમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે મુદ્દા પર, તેમજ સાફ સફાઈ અને લોકમેળાના મુદ્દા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, કમિશનર ડી.એન.મોદી, અગ્રણી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાશક પક્ષના નેતા આશિષભાઈ જોશી, ડેપ્યુટી કમિશનર ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશ જાની તેમજ લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh