Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં જુગારના છ દરોડામાં છ મહિલા સહિત ૩૨ ઝડપાયા

શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે ગઈકાલે જુગારની બાતમીના આધારે અલગ અલગ છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા છ મહિલા સહિત કુલ ૩ર વ્યક્તિને ઝડપી લઈ રૂ.૧,૪૬,૩૩૧ની રોકડ રકમ કબજે કરી હતી.

જામનગર નજીકના દરેડના મારવાડી વાસ પાછળ ચલણી નોટમાં એકીબેકીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને મુકેશ નારણભાઈ ગોદરીયા તથા વિક્રમ સોમાભાઈ ગોદરીયાને રૂ.૧૧૧૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં જૈન દેરાસર પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી જુગાર રમી રહેલા કેવલ અમૃતલાલ ગડા, પ્રફુલભાઈ આણંદભાઈ કરણીયા અને દિનેશભાઈ લગધીરભાઈ કરણીયાને રૂ.૧૦૨૪૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

લાલપુર શહેરના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગત રાત્રિના દરોડો પાડયો હતો. આ સમયે તીનપત્તીનો જુગાર રમી રહેલા અલ્તાફ ગજણ, બાલા રાણાભાઈ કાપડી, રણજીત કારાભાઈ કટારીયા, કમલેશ મલકુદાસ મકવાણા, સુરેશ કેશુભાઈ સીંગરખીયા અને સાગર શકુભાઈ ચુડાસમાને ઝડપી લીધા હતા. પોલીસે તેમના કબજામાંથી રૂ.૫૦૮૧ની રોકડ રકમ કબજે કરી હતી.

જામનગરના શંકરટેકરી વાલ્મિકીવાસના ગેઈટ પાસે જુગારની બાતમીના આધારે ગતરાત્રે એક વાગ્યે પોલીસે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા જયેશ કિશોરભાઈ સોલંકી, હિતેશ પ્રવીણભાઈ પરમાર, મિલન કિશોરભાઈ સોલંકી, આશિષ સુરેશભાઈ સોલંકી, પ્રદીપ દલપતભાઈ વાઘેલા, પ્રથમ સંજયભાઈ ઝાલા, કૌશિક જયેશભાઈ રાઠોડ, અશોક મંગાભાઈ કબીરા અને દર્શન યોગેશભાઈ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૨૦૨૬૦ની રોકડ રકમ કબજે કરી હતી.

જામજોધપુરના ભગવતીપરામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસ સ્ટાફે ગતરાત્રે દરોડો પાડ્યો હતો અને સંતોકબેન કાંતિભાઈ ટાંક, પન્નાબેન રાજેશભાઈ કાનાબાર, મંજુલાબેન ધનજીભાઈ ઘેડીયા, હંસાબેન રમણીકભાઈ ટાંક, મંગળાબેન ચંદુભાઈ નનેરા, હર્ષાબેન દીનકરભાઈ શાહને પોલીસે ઝડપી લીધા હતા. જો કે, રાત્રિનો સમય હોવાથી તમામને ફક્ત નોટીસ આપવામાં આવી હતી. પોલીસે જુગારના સ્થળેથી રૂ.પ૬૪૦ની રોકડ રકમ કબજે કરી હતી.

જામજોધપુરના મેઘપર ગામની જીવાધાર સીમમાં આવેલ હાસમભાઈ ધુધાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. ગતરાત્રે પાડવામાં આવેલા આ દરોડામાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા વાડી માલિક હાસમભાઈ સુલેમાનભાઈ ધુધા, રીઝવાન અબ્દુલભાઈ જુણેજા, મયુર શાંતિલાલ આરંભડીયા, ભીમશીભાઈ કેશુભાઈ વાઢીયા, પરેશ નાનજીભાઈ મંડલી, સુરેશ ત્રિભોવનભાઈ પરમાર અને ચેતન ગોવિંદભાઈ મકવાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના આ સ્થળેથી રૂ.૧ લાખ ૪ હજારની રોકડ રકમ અને પાંચ મોબાઈલ કબજે કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh