Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ લાખથી વધુ પેજ, ૧.૮૦ લાખ તસ્વીરો અને ૨૦૦૦ વીડિયો ક્લીપ્સ સામેલઃ સગીરાઓના યૌન શોષણનો આરોપ
વોશિંગટન તા. ૩૧: અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા 'એ૫સ્ટીન ફાઇલ્સ'ના અંતિમ અને સૌથી મોટા જથ્થાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજોમાં અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. 'એપસ્ટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ જાહેર કરવામાં આવેલા આ દસ્તાવેજોમાં ૩૦ લાખથી વધુ પેજ, ૧.૮૦ લાખ તસવીરો અને ૨,૦૦૦ વીડિયો ક્લિપ્સ સામેલ છે. આ ફાઇલ્સ જેફ્રી એપસ્ટિનના સગીરાઓના યૌન શોષણ અને ટ્રાફિકિંગ નેટવર્કની પોલ ખોલે છે. દસ્તાવેજોમાં એક મહિલાનો ઉલ્લેખ છે જેણે દાવો કર્યો છે કે ૨૫ વર્ષ પહેલા જ્યારે તે ૧૩-૧૪ વર્ષની હતી, ત્યારે ન્યૂ જર્સીમાં ટ્રમ્પ દ્વારા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ટ્રમ્પની પુત્રીનું નામ પણ એક ઈમેલના સંદર્ભમાં સામે આવ્યું છે. જેમાં લખ્યું છે કે જેરેડ કુશનર અને ઈવાન્કા ટ્રમ્પ વિકી વોર્ડની બુક માટે તૈયાર થઇ રહી છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કનું નામ એપસ્ટિનના ટાપુની મુલાકાતોના સંદર્ભમાં નોંધાયેલું છે. તે ઉપરાંત બિલ ગેટ્સ સામે રશિયન યુવતીઓ સાથેના સંબંધો અને તેના કારણે થયેલા ગુપ્ત રોગના ગંભીર આક્ષેપો છે.
પ્રેસ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો મુજબ આ લિસ્ટમાં માત્ર નેતાઓ જ નહીં પરંતુ મનોરંજન અને વિજ્ઞાન જગતના લોકો પણ સામેલ છે. જેમાં માઈકલ જેક્સન, સ્ટીફન હોકિંગ, પ્રિન્સ એન્ડ્રુ, રિચર્ડ બ્રેન્સન, વુડી એલન અને લિયોનાર્ડો ડીકેપ્રિઓ જેવા અનેક મોટા નામોનો ઉલ્લેખ છે.
જોકે, ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આમાંના ઘણા આક્ષેપો હજુ તપાસ હેઠળ છે અથવા 'ટિપ્સ' સ્વરૂપે મળેલા છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૩માં ૧૮મી જુલાઈએ એપસ્ટીને ખુદ એક ઈમેલ લખ્યો હતો. જેમાં તેણે કહૃાું હતું કે બિલ ગેટ્સે રશિયાની મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા જે પછી તેમને એક ગુપ્ત રોગ થયો હતો. જે બાદ તેમણે એન્ટિબાયોટિક દવાઓ પણ માંગી હતી, જેથી તેઓ તે દવા ચૂપચાપ પોતાની પત્નીને આપી શકે.
નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના વર્ષ ૧૯૯૪માં લગ્ન થયા હતા અને ૨૦૨૧માં બંનેએ છૂટાછેડા લીધા. છૂટાછેડાના કારણોમાં બિલ ગેટ્સના અફેર તથા એપસ્ટીન સાથેના સંબંધો પણ સામેલ હોવાનું મેલિન્ડાએ કહૃાું હતું. જોકે તેમણે વિસ્તૃત માહિતી નહોતી આપી.
સમગ્ર ઘટનાક્રમ પછી બિલ ગેટ્સે એપસ્ટીનને તમામ મેસેજ પણ ડિલીટ કરવા માટે કહૃાું હતું. જોકે આ આરોપોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. બિલ ગેટ્સના પ્રવક્તાએ નવા આરોપો મામલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, આ તમામ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. એપસ્ટીનના ગેટ્સ સાથે કોઈ સ્થાયી સંબંધ નહોતા જેના કારણે તે નિરાશ હતો અને તેમને ફસાવવા તથા બદનામ કરવા માટે તે કોઈ પણ હદે જઈ શકે તેમ હતો.
અમેરિકન કોંગ્રેસે નવેમ્બરમાં આ દસ્તાવેજો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. શરૂઆતમાં વિરોધ કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે સ્પષ્ટતા કરી હતી કે આ દસ્તાવેજોની સમીક્ષામાં વ્હાઈટ હાઉસનો કોઈ હસ્તક્ષેપ રહ્યો નથી. તેમણે જણાવ્યું કે, નિયમો મુજબ કરવામાં આવેલી કપાતમાં વિભાગે સંપૂર્ણ નિષ્પક્ષતા જાળવી છે અને વ્હાઈટ હાઉસે અમને શું છુપાવવું કે શું બતાવવું તેની કોઈ સૂચના આપી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial