Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં હળવો વરસાદઃ બે ડેમના દરવાજા ખોલાયા

ઝરમરિયા ઝાપટાંથી પોણા બે ઈંચ સુધી વરસાદ વરસ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: હાલારમાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજાએ મૂકામ કર્યા પછી અને સતત હળવો વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ઝાપટાથી પોણાબે ઈંચ જેટલો વરસાદ થયો છે.

આગાહી મુજબ મેઘરાજા વરસી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં જામનગર જિલ્લામાં જોઈએ તો જામનગરમાં ૧૦ મી.મી., જોડિયામાં ર૬ મી.મી., ધ્રોળમાં ર૧ મી.મી., કાલાવડમાં ૧૬ મી.મી., અને જામજોધપુરમાં ૩૮ મી.મી. વરસાદ થયો હતો.

તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારનો મી.મી.માં વરસાદ જોઈએ તો વસઈમાં ૧ર મી.મી., મોટી બાણુંગારમાં ૪૦ મી.મી., ફલ્લામાં ૧૪ મી.મી., મોટી ભણસાલમાં ર૦, અલિયાબાડામાં ર૦, જાળિયા દેવાણીમાં ૩૦, નવાગામમાં ર૦, મોટા પાંચદેવડામાં ર૮, સમાણામાં રર, શેઠવડાળામાં ર૪, જામવાડીમાં ર૭, વાંસજાળિયામાં રર, ધુનડામાં ૪૦, ધ્રાફામાં ૪પ, પરડવામાં ર૦ અને મોટા ખડબામાં ૧પ મી.મી. વરસાદ નોંધાયો છે. અમુક જળાશયો પૂર્ણ ભરેલા હોવાથી તેમાં વધુ પાણીની આવક થતા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે.

જામનગર તાલુકાના ચંગા ગામ નજીક આવેલ રંગમતિ ડેમનો એક દરવાજો ૦.રપ ફૂટ ખોલવામાં આવ્યો છે. આથી હેઠવાસના ગામો ચંગા ચેલા, દરેડ, જામનગર, નવાનાગના, જુનાનાગના અને નવાગામ (ઘેડ) વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાનો કોટડાબાવીસી ડેમનો દરવાજો ૦.૯૦ ફૂટ ખોલવામાં આવ્યો છે. આથી કોટડાબાવીસી, ગીગણી, સિદસર અને ઉપલેટા પંથકના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તેવી જ રીતે ઊમિયા સાગર ડેમના ત્રણ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી સીદસર સહિતના ગામોને સાવચેત કરાયા છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં પાંચ મી.મી., ભાણવડમાં ૬ મી.મી., કલ્યાણપુરમાં ૧૯ મી.મી. અને દ્વારકામાં ૪૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

ખંભાળિયામાં સતત વરસાદથી ગારા-કીચડનું સામ્રાજ્ય ફેલાય છે, તો રોગચાળો પણ વધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh