Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરોને ૧૦૭ કરોડ, ધારાસભ્ય દીઠ ૨ કરોડ ફાળવાયા છતાં
દ્વારકા તા. ૩: યાત્રાધામ દ્વારકામાંથી પસાર થતા હાઈવેમાં મસમોટા બ્લાઈન્ડ સ્પોટ સમાન ખાડાઓ પડયા હોવાથી ઈ-રિક્ષા પલટી ગઈ છે. આ હાઈવે તત્કાલ મરામત માંગ છે.
દ્વારકાથી જામનગર તથા બીજી બાજુ ઓખા તરફના હાઈવે રોડ પર સનાતન સેવા મંડળથી રબારી ગેઈટ સુધીના રસ્તામાં હાલના દોઢ ઈંચના મામૂલી વરસાદમાં મસમોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે અહીંથી દરરોજ પસાર થતાં યાત્રીકો તથા સ્થાનિકોના જીવ જોખમમાં મૂકાયા છે ત્યારે આજે સાંજે યાત્રીક સેવા માટેની એક ઈ- રિક્ષા ખાડામાં આવી જતાં પલટી મારી ગઈ હતી. આ રસ્તા પર મસમોટા ખાડા અને તેમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાની સ્થિતિથી અજાણ વાહનચાલકો માટે આ બ્લાઈન્ડ સ્પોટ સમા ખાડા મોતના કૂવા સમાન બની ગયા છે જે રાત્રિના સમયે વધુ જોખમી બની શકે છે.
આ રોડ પર ધીમું વાહન ચલાવવા છતાં ટુ-વ્હીલર્સનું બેલેન્સ બગડી શકે છે તો એમ્બ્યુલન્સ અને સરકારી બસોની ગતિ ફરજીયાત ધીમી કરવી પડે છે અને વાહનો સ્લીપ થવા તથા પગપાળા ચાલતા સ્થાનિકો તથા શાળાના બાળકો માટે રસ્તો પાર કરવો જોખમી બની ગયો છે. સ્થાનિકો નાછુટકે સિવાય આ રસ્તાનો ઉપયોગ ટાળી રહયા છે.
સરકારી આદેશ સામે વર્તમાન સ્થિતિ જોઈએ તો એક તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલ આદેશથી રાજ્યમાં ચોમાસામાં નુકસાની પામેલ માર્ગો યુદ્ધના ધોરણે રીપેર કરવા સૂચના આપી મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૧૪૯ નગરપાલિકાઓ માટે ૧૦૭ કરોડની ગ્રાન્ટ તથા શહેરી ધારાસભ્યો દીઠ ૨ કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈની જાહેરાત થઈ છે અને ગુણવત્તાસભર તેમજ ટકાઉ કામગીરી પર ભાર મૂકાયો છે આમ છતાં દ્વારકા યાત્રાધામમાંથી પસાર થતાં હાઈવે રોડના મસમોટા ખાડા બ્લાઈન્ડ સ્પોટ - મોતના કૂવા સમાન બની રહયા હોય તેમ આ ખાડામાં ઈ-રિક્ષા પલટી મચી ગઈ તે અંગે દ્વારકા હોટલ એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પરમારે પણ જણાવ્યું કે દ્વારકામાં ટુરીઝમ ઉદ્યોગ સતત વધી રહયો છે ત્યારે સ્થાનીય રાહ-રસ્તાઓ અને ખાસ કરીને હાઈવે માર્ગો એ-વન કવોલિટીના રહે અને તેની સતત જાણવણી થાય તે જરૂરી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણભાઈ સામાણીએ પણ દ્વારકામાં ટુરીસ્ટની સંખ્યા દિનપ્રતિદિન વધતી હોય જેમાં દેશવિદેશથી દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ આવતાં હોય અહીંના રોડરસ્તાની ગુણવત્તા વધારવા પર ભાર મૂક્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial