Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં ગઈકાલે શહેર-જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રેલી નીકળીઃ
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રાજપૂત સમાજ તથા દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું, અને રેલી નીકળી હતી.
ખંભાળિયામાં દ્વારકા જિલ્લા રાજપૂત સમાજ તથા ખંભાળિયા રાજપૂત સમાજ દ્વારા દશેરાની ઉજવણી દરમિયાન ગઈકાલે ભવ્ય શસ્ત્રપૂજન કાર્યક્રમ તથા રાજપૂત સમાજથી આશાપુરા માતાજી મંદિર, ખામનાથ પાસે સુધી વિશાળ રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સાથે રાજપૂત પાઘડી તથા હાથમાં તલવાર તથા શસ્ત્રો સાથે જય ભવાનીના નારા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને આશાપુરા માતાજી મંદિરે પહોંચ્યા હતાં જ્યાં પંડિતો દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ થયો હતો. જેમાં રાજપૂત સમાજના દ્વારકા જિલ્લા પ્રમુખ તથા પૂર્વ જિ.પં. પ્રમુખ પી.એસ. જાડેજા, તાલુકા પ્રમુખ નટુભા ગોપાલજી જાડેજા, ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા, મહામંત્રી રાજદીપસિંહ સરવૈયા, મંત્રી હિતુભા ઝાલા, પૂર્વ પ્રમુખ ભીખુભા જાડેજા, ગીરૂભા જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા તથા રણજીતસિંહ ચુડાસમા સહિતના આગેવાનો શસ્ત્ર પૂજનમાં જોડાયા હતાં.
જિલ્લા પોલીસવડા દ્વારા શસ્ત્ર પૂજન
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની આગેવાનીમાં પણ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પોલીસ હેડ ક્વાર્ટરમાં યોજાયો હતો, જેમાં પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત રીતે શસ્ત્રપૂજન કરાવવામાં આવ્યું હતું તથા શસ્ત્રોનું પૂજન કરવામાં પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial