Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવારે ખાનગીપણુ જાળવવા મીડિયાને કરી આજીજી
મુંબઈ તા. ૧૧: ધર્મેન્દ્ર ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં એવા અહેવાલો ફેલાયા કે ધર્મેન્દ્રનું નિધન થયું છે, તેથી હેમા માલિની નારાજ થયા હતાં અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો, તો પરિવારે પણ ખાનગીપણું જાળવવાની મીડિયાને આજીજી કરી હતી.
ધર્મેન્દ્રના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવતા મીડિયા પર હેમા માલિનીએ આક્રોશ વ્યક્ત કર્યો છે, અને 'અક્ષમ્ય અને અનાદરપૂૃણ' હરકત ગણાવ્યું છે. તેણીએ સત્તાવાર 'એક્સ' એકાઉન્ટ પર રોષ વ્યક્ત કર્યો, જવાબદાર ચેનલો કેવી રીતે ખોટા સમાચાર ફેલાવી શકે? દર્દી સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે.
પરિવારે પણ ખાનગીપણાનું સન્માન જાળવવા મીડિયાને આજીજી કરી હતી.
હેમા માલિનીએ આ પોસ્ટ દ્વારા એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ધર્મેન્દ્રની તબિયત નાજુક નથી, પરંતુ તેઓ સારવારને સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે અને સાજા થઈ રહ્યા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ તેમના પતિ વિશે ખોટા સમાચાર ન ફેલાવવા અને પરિવારને ખાનગીપણાનો આદર કરવા માટે મીડિયાને આજીજી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial