Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા
જામનગર તા. ૧૧: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર સંચાલિત, ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરનો મુખ્ય હેતુ યુવાનોની શારીરિક ક્ષમતા વધારવાનો, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો અને સાહસિક્તાના ગુણનો વિકાસ કરવાનો છે, જેથી તેઓ આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી/કૃત્રિમ આપદાઓના સમયમાં સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે. આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસભાડું સરકારશ્રી દ્વારા આપવામાં આવશે.
આ તાલીમ શિબિરમાં એન.સી.સી., એન.એસ.એસ, રમતગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમા ભાથ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ભાગ લેવા ઈચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં. ૪ર, રાજપાર્ક, જામનગરથી અરજી ફોર્મ મેળવી અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ-પ્રમાણિત કરીને તા. ૧પ-૧૧-ર૦રપ સુધીમાં કચેરી સમય દરમિયાન મોકલી આપવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial