Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતાને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવીએઃ કલેકટર
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા તાલુકાના શકિતનગર ગ્રામ પંચાયતમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે જિલ્લા કેલકટર રાજેશ તન્નાએ કહૃાું હતું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતાં. જે પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી વર્ષ ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. સ્વચ્છતાને આપણા જીવન શૈલીનો અભિન્ન અંગ બનાવી સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું હતું.
આજના આધુનિક અને ઝડપી યુગમાં પર્યાવરણનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. પ્લાસ્ટિકના અતિરેક ઉપયોગના પરિણામે પર્યાવરણનું પ્રદૂષણ વધ્યું છે. આપણે સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બનીએ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ. તેમજ સ્વચ્છતાને જીવન મંત્ર બનાવીને પર્યાવરણ સંરક્ષણમાં આપણું યોગદાન આપીએ. મહાનુભાવોએ શ્રમદાન કર્યું હતું. તેમજ ગ્રામ પંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, અગ્રણી પી.એસ.જાડેજ, પ્રતાપભાઇ પિંડારિયા, રસિકભાઈ નકુમ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ સહિતના ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial