Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્ક રાશિના જાતકોને શુભકાર્ય થાય, અન્ય બે રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે
Aries (મેષ: અ-લ-ઈ)
સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. ઈચ્છિત વ્યક્તિની મુલાકાત થવાથી આનંદ રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પરિવારની ચિંતા અનુભવાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૪
Cancer (કર્ક: ડ-હ)
ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપને આનંદ રહે. આપના કાર્યમંં નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૩
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા - દોડધામ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપને સિઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતા જાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Libra (તુલા: ર-ત)
આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
માનસિક-પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યાં કરે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્તતા-દોડધામ-જણાય. સીઝનલ ધંધામાં આવક થાય.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૫-૯
Capricorn (મકર: ખ-જ)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થવાથી આનંદ-ઉત્સાહ રહે. ભાઈ-ભાંડુંના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-વાહન, મકાનના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ ન કરવી.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરંતુ સંતાના પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫