Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત પત્તાપ્રેમી નાસી જવામાં સફળઃ રૂપિયા ચારેક લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૧૩: જામનગરના જાગનાથ પાર્ક, અંધાશ્રમ, મોહનનગર આવાસ તથા કૃષ્ણનગરમાં પોલીસે જુગાર પકડવા દરોડા પાડ્યા હતા. જ્યારે નાઘેડી, મોડા, ખંભાલીડા તેમજ લાલપુરના હરીપર, જોગવડ અને જામવંથલીમાં કુલ ૧૨ દરોડામાં આઠ મહિલા અને ઓગણ સાંઈઠ પુરૂષ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. સાત નાસી જવામાં સફળ થયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ.૩,૯૬,૪૬૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
જામનગરના જાગનાથ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સ્ટાફે પાડેલા દરોડામાં કિશન અનિલભાઈ ઘટાર, જીતેન્દ્ર દેવરાજભાઈ વાઘેલા, વિપુલ જયેશભાઈ મકવાણા, વિનોદભાઈ ધરમશીભાઈ બાવાજી, અનિલ ખીમજીભાઈ મકવાણા, વિપુલ ઉર્ફે વિશાલ જીતુભાઈ રાઠોડ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૫૭૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના નાઘેડી ગામમાં માધવ રેસીડેન્સી-રમાં ગઈરાત્રે એક વાગ્યે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે પાડેલા દરોડામાં પૃથ્વીરાજસિંહ લાલુભા વાઢેર, વિરેન્દ્રસિંહ અનોપસિંહ વાઢેર, રાજુભાઈ ગંગારામ ચાવડા, રવિરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, મજબૂતસિંહ જશુભા જાડેજા, ભનુભા ભીખુભા વાઢેર, જયેશ નરશીભાઈ ઘેડીયા, હનુભા ગિરૂભા જાડેજા નામના આઠ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૬૧૫૦૦ રોકડા, સાત મોબાઈલ, એક બાઈક એલસીબીએ કબજે કર્યા છે.
જામનગરના અંધાશ્રમ આવાસ પાસે હનુમાન ચોકમાં ગઈરાત્રે જુગાર રમતા પ્રેમ શામજીભાઈ ચાવડા, આફ્રિદી ઈમ્તિયાઝ કુરેશી, કુલદીપસિંહ અનિરૂદ્ધસિંહ રાઠોડ નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૨૩૦૦ રોકડા કબજે લીધા છે.
લાલપુર તાલુકાના હરીપર ગામમાં ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા મચ્છાભાઈ ચનાભાઈ વકાતર, રઘુ દેવશીભાઈ મેવાડા, વિપુલ અજાભાઈ બાંભવા, ખીમાભાઈ રાજાભાઈ મેવાડા, બાબુભાઈ નાગજીભાઈ બાંભવા, મેરૂભાઈ રૂખડભાઈ બાંભવા, હિતેશ પાલાભાઈ વકાતર નામના સાત શખ્સની લાલપુર પોલીસે ધરપકડ કરી છે. પટમાંથી રૂ.૧૧,૮૫૦ કબજે કરાયા છે.
જામજોધપુરમાં સ્મશાન સર્કલ પાસે ગઈરાત્રે તીનપત્તી રમતા સમીર દેવશીભાઈ ચાનપા, મનોજ રાજાભાઈ મકવાણા, કેતન વીનોદભાઈ પરમાર નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. પોલીસને જોઈને સલીમ મામદઉમર સમા, રમેશ વીરાભાઈ પરમાર, હસમુખ બગડા, જયરાજ મકવાણા નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ.૨૭૨૦ કબજે કરાયા છે.
જામનગર તાલુકાના મોડા ગામમાં ધાર પાછળથી ગઈરાત્રે ગનુભા હાલુભા જાડેજા, વિરેન્દ્રસિંહ મેરૂભા જાડેજા, જયેન્દ્રસિંહ નટુભા જાડેજા, મહિપાલસિંહ કીર્તિસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ પોપટસિંહ જાડેજા, પ્રવીણસિંહ બટુકભા જાડેજા નામના છ શખ્સ જુગાર રમતા ઝડપાયા હતા. પટમાંથી રૂ.૩૧૪૫૦ કબજે કરાયા છે.
જામનગર તાલુકાના ખંભાલીડા ગામના મોટાવાસમાં ગઈરાત્રે જુગાર રમતા ઓમદેવસિંહ મેંદુભા જાડેજા, દશરથસિંહ અર્જુનસિંહ જાડેજા, કનકસિંહ સુખુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજા, રૂપસિંહ નટુભા જાડેજા નામના પાંચ શખ્સ રૂ.૧૨૧૦૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા.
લાલપુર તાલુકાના જોગવડ ગામમાં જોગેશ્વર ધાર પાસે તીનપત્તી રમતા અશ્વિન સોમાભાઈ માતંગ, જગદીશ સોમાભાઈ માતંગ, દામજીભાઈ નાથાભાઈ ધોરીયા, દીનેશ અરજણભાઈ શ્રીમાળી, વિપુલ જેઠાભાઈ પારીયા નામના પાંચ શખ્સ રૂ.૧૨૮૭૦ સાથે મેઘપર પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા.
ત્યાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં ચનાભાઈ હીરાભાઈ મકવાણા, દુદાભાઈ ભીખાભાઈ પરમાર, અશોક બધાભાઈ બગડા, દિલીપ દેવાભાઈ મુછડીયા નામના ચાર શખ્સ રૂ.૧૧૬૫૦ સાથે પકડાઈ ગયા હતા.
જામનગરના મોહનનગર આવાસની બિલ્ડીંગ નં.૮માં પાંચમા માળે લોબીમાં ગંજીપાનાથી જુગાર રમતા રાજુભાઈ ખોડુભાઈ કાંજીયા, કરણ હસમુખભાઈ પરમાર, વિજય નાથાભાઈ વઘોણા, કિશોર તુલસીભાઈ પરમાર, રાજેશ ત્રિકમભાઈ વિઠ્ઠલાણી, પ્રકાશ જયંતિભાઈ વાઘેલા નામના છ શખ્સ સિટી એ ડિવિઝનના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૨૫૧૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારની શેરી નં.૩માં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા કુસુમબેન જયંતિલાલ કોળી, જયોત્સનાબેન વિપુલભાઈ પટેલ, અલ્પાબેન હિતેનભાઈ ગોપીયાણી, પારૂલબેન અનિલભાઈ ચીતારા, અંજુબેન અજયભાઈ ઘોઘલીયા, હીનાબેન રાજુભાઈ રાઠોડ, ચેતનાબેન પ્રવીણભાઈ મુંગરા, અંજનાબેન વસંતભાઈ મહેતા, નયનાબેન નીતિનભાઈ ગોંડલીયા નામના આઠ મહિલાને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૬,૭૪૦ ઝબ્બે લીધા છે.
જામનગર તાલુકાના જામવંથલી ગામથી જગા ગામ તરફના રસ્તે ગઈકાલે સાંજે જુગાર રમતા પૂંજાભાઈ લખુભાઈ ગમારા, પૂનાભાઈ બાવાભાઈ ટોરીયા, આનંદ સંગ્રામભાઈ ચાવડીયા, અતુલ મોહનભાઈ ઉમરેટીયા, ફિરોઝ મામદ આસાણી, ધમાભાઈ ખોડાભાઈ ટોરીયા નામના છ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પોલીસને જોઈને લાલા નારણભાઈ ટોરીયા, કારૂ મેરાભાઈ ટોરીયા, કિશોર ભોજાભાઈ વારોદરીયા નામના છ ત્રણ શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ.૨૫૨૦૦ રોકડા, છ મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ.૧,૧૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial