Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મશીનમાં હાથ આવી ગયા પછી શ્રમિક ઢસડાયોઃ
જામનગર તા. ૧૩: જામનગરના ગુલાબનગર પાસે એક વેપારી સંસ્થાનના બિલ્ડીંગના તળીયામાં ફીનીશીંગ માટેનું મશીન ગઈકાલે ચલાવવામાં આવતું હતું ત્યારે અકસ્માતે એક શ્રમિક મશીનમાં હાથ આવી જતા મશીન સાથે ઢસડાયો હતો. આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ગુલાબનગર નજીક રેલવે ઓવરબ્રિજ પાસે ખેતાણી સ્ટોન નામના વેપારી સંસ્થાનમાં આરસીસીનું હાલમાં કામ ચાલી રહ્યું છે. તે કામના સ્થળે મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના ખેડા અભયપુર ગામના દીપક રામપ્રતાપ નિશાર (ઉ.વ.૨૪) નામના પરપ્રાંતીય શ્રમિક ફીનીશીંગ પોર્ટર મશીન ચલાવે છે.
આ યુવાન ગઈકાલે કામ કરતો હતો ત્યારે તેનો હાથ મશીનના હેન્ડલ પરથી છટકતા મશીનના વાયરમાં ફસાઈ ગયો હતો અને તેના કારણે દીપક મશીન સાથે ઢસડાયો હતો. આ વેળાએ ત્યાં કામ કરતા અરવિંદ જગમોહન નિશારે તરત જ મશીન બંધ કર્યંુ હતું પરંતુ તે પહેલાં દીપકનું માથું લોખંડના થાંભલા સાથે ટકરાઈ પડ્યું હતું. બેશુદ્ધ બની ગયેલા દીપકને કોન્ટ્રાક્ટરે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો. અરવિંદકુમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial