Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સાથે વધતી જતી નિકટતા ખટકી
નવી દિલ્હી તા. ૨૬: ભારત પર જંગી ટેરિફ પછી ચીન ભારતની નજીક આવવા લાગતા તે પણ ટ્રમ્પને ખટકયુ છે અને ચીનને તેમણે ગર્ભિત ચિમકી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી નારાજ છે અને આ દરમિયાન ચીને તેની સાથે મિત્રતા વધારવા માટે પહેલ કરી છે પણ એવામાં ચીન અને ભારતની વધતી મિત્રતા જોઈને ટ્રમ્પે ધમકી આપી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦% ટેરિફ લગાવ્યો છે, પરંતુ તે હજી લાગુ થયો નથી. જો કે, હવે તેની ડેડલાઇન પૂરી થવા જઈ રહી છે. આ પહેલા જ ટ્રમ્પે ચીનને ધમકી આપતાં કહૃાું કે, 'અમેરિકા પાસે કેટલાક એવા પત્તા છે, જેને તેઓ રમવા માંગતા નથી.' જોકે, વાતને સંભાળતા ટ્રમ્પે એમ પણ કહૃાું કે, 'ચીન અને અમેરિકા સારી મિત્રતા તરફ આગળ વધી રહૃાા છે.'
આ દિવસોમાં ભારત અને ચીન પણ એકબીજાની નજીક આવ્યા છે, જે વાત પણ ટ્રમ્પને ખટકી રહી છે. વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહૃાું, 'ચીન સાથે અમારા સારા સંબંધો બનશે. તેમની પાસે કેટલાક શાનદાર પત્તા હશે, પણ અમારી પાસે અવિશ્વસનીય પત્તા છે.
જોકે, હું તે પત્તા રમવા માંગતો નથી. જો હું તે પત્તા રમીશ, તો ચીન બરબાદ થઈ જશે. હું તે પત્તા નહીં રમું.'
ભારત અને ચીન વચ્ચે આ દિવસોમાં નિકટતા વધી ગઈ છે. ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ચીને કહૃાું છે કે, 'ચીન ભારતને મદદ કરશે.' ચીને ભારતને રેઅર અર્થ મટિરિયલ અને સુરંગ ખોદવાની મશીન આપવાની ખાતરી આપી છે.
ભારત અને ચીનની આ વધતી નિકટતા જોઈને ટ્રમ્પ ચીડાઈ ગયા છે. તેઓ ચીન પર ૨૦૦% ટેરિફ લગાવવાની ધમકી પણ આપી શકે છે, જોકે તેમણે હજી સુધી તેનો ઉલ્લેખ કર્યો નથી.
ટ્રમ્પને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવામાં વાંધો છે. આ જ કારણથી તેમણે ભારત પર ૫૦% ટેરિફ લગાવ્યો છે.
ભારત પર પહેલા ૨૫% ટેરિફ લાગુ હતો, જે પછીથી ૨૫% વધુ વધારી દેવાયો. જોકે, મહત્ત્વની વાત એ પણ છે કે તેમણે ચીન પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે, જ્યારે ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial