Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેળામાં વિખૂટા પડેલ બાળકોને શોધ્યા
જામનગર તા. ૨૬: ધ્રોલ પોલીસની લોકકલ્યાણકારી કામગીરી સામે આવી છે. ધ્રોલ ભૂચરમોરીમાં યોજાયેલ લોકમેળામાં ગુમ થયેલ ચાર બાળકોને પોલીસ દ્વારા તેમની માતા-પિતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવાયું હતું. ઉપરાંત એક ગુમ થયેલ મોબાઇલ તથા રોકડ ભરેલું પાકીટ માલિકને પરત અપાવવામાં આવ્યું હતું.
ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ મેળામાં સુચારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં ચાર બાળકો પોતાના માતા-પિતાથી વિખુટા પડી ગયા હતા. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકો પોતાના નામ જણાવતા હતા. પરંતુ માતા-પિતાના નામ કે સરનામાની વિગતો આપી શકતા ન હોવાથી પરિવારને શોધવું મુશ્કેલ બન્યું હતું. તાત્કાલિક તપાસ શરૂ કરી, બાળકોના ફોટા અને વિગતો વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવી. બાળકોને સુરક્ષિત રાખી, નાસ્તો-જમવાનું આપી, પોલીસ વાનમાં બેસાડી મેળામાં તેમના માતા-પિતાને શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પોલીસની ત્વરિત કાર્યવાહીની અંતે ચારેય બાળકોને તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
આ ઉપરાંત રાજેશભાઈ કે. મકવાણા અને જગદીશભાઈ એચ. જોગરાણા દ્વારા રાજકોટના નટુભાઈ બચુભાઈ ચેખલીયાનો ગુમ થયેલ મોબાઇલ ફોન પરત અપાયો હતો. તેમજ લૈયારા ગામના સુરેશભાઈ અશ્વીનભાઈ દરગાણીનું રૂ. ૭,૫૦૦ રોકડ ભરેલું પાકીટ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે શોધી પરત આપવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં પીઆઈ એચ.વી. રાઠોડ સાથે મહિલા કોન્સ્ટેબલ રીનાબેન માટીયા, રીનાબેન લૈયા, સંગીતાબેન બાલસરા, એએસઆઈ ધારાબેન ગાગીયા તેમજ ધ્રોલ પોલીસ સ્ટાફની મહત્વપૂર્ણ કામગીરી રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial