Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં મોસમના ૧૮ ઈંચ વરસાદમાં
ખંભાળિયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮ ઈંચ વરસાદમાં ઘી ડેમ ૧૮ ફૂટથી ઉપર ભરાયો હોવાથી આનંદની લાગણી ફેલાવા પામી છે.
દેવભૂમિ દ્વરકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા તાલુકામાં પડતો છેલ્લા ત્રણેક વર્ષથી જોઈએ તો ૯૦-૯પ ઈંચ વરસાદ જ પડ્યો છે તથા જિલ્લામાં કલ્યાણપુર ૩૪, દ્વારકા ૩૩, ભાણવડ ર૭ છે, ત્યારે ખંભાળિયા હજુ ૧૮ ઈંચ પર જ આ મોસમમાં છે, છતાં રેકોર્ડ રીતે ઘી ડેમની સપાટી ગઈકાલની સ્થિતિમાં અઢાર ફૂટ ઉપર થઈ જતા ગ્રામ્ય પંથક તથા ખંભાળિયાના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ઘી ડેમ ર૦ ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે, તેમાં સાડાઅઢાર ફૂટ પાણી આવ્યું. અગાઉ ૧૧ ફૂટ હતું, પરંતુ ઉપરવાસ કોલવા કંડોરણા, મહાદેવિયા વિગેરે ડેમો પર ભરપૂર વરસાદ પડતા ૧૮ ઈંચ મોસમના વરસાદમાં ઘી ડેમ દોઢ ફૂટ છલકાવામાં બાકીની સ્થિતિએ અત્યાર સુધીનો રેકોર્ડ છે.
ઘી ડેમમાંથી હર્ષદપુર, રામનગર, વિસોત્રી સહિતના ગામોમાં સિંચાઈનું પાણી અપાય છે. ખંભાળિયા શહેરમાં પીવાનું પાણી અપાય છે તથા નજીકના બાવીસ જેટલા ગામોની પાણી પુરવઠા યોજનામાં પણ ઘી ડેમ મદદરૂપ થાય છે, ત્યારે સતત ચારેક વર્ષથી છલકાતો ડેમ આટલા ઓછા વરસાદમાં ઓવરફ્લોની તૈયારીમાં થતા ગ્રામજનો તથા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ડેમનું પાણી કાઢિયા સુધી પહોંચી ગયું છે તથા ઉપરવાસ આવક પણ ખૂબ જ હોય, હવે વરસાદનું જોર વધતા કે એક રાઉન્ડ આવતા ડેમ છલકાઈ જાય તો નવાઈ નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial