Advertisement
Author: નોબત સમાચાર

અનિલ અંબાણીને ઈડીનું સમન્સઃ રૂપિયા ૧૭,૦૦૦ કરોડના લોન કૌભાંડની તપાસ

પાંચમી ઓગસ્ટે દિલ્હીના ઈ.ડી. હેડક્વાર્ટરમાં બોલાવાયાઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: ઈ.ડી. દ્વારા રૂ. ૧૭,૦૦૦ કરોડના કૌભાંડની તપાસ શરૂ થઈ ગઈ છે. અનિલ અંબાણીને પાંચ ઓગસ્ટના દિલ્હી સ્થિત ઈ.ડી. મુખ્યાલયમાં પૂછપરછ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, જ્યા તેમની પૂછપરછ કરાશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ એક મોટા લોન કૌભાંડની તપાસના સંદર્ભમાં અનિલ અંબાણીને સમન્સ પાઠવ્યું છે. આ કૌભાંડ લગભગ ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે. અનિલ અંબાણીને પાંચ ઓગસ્ટના દિલ્હી સ્થિત ઈ.ડી. મુખ્યાલયમાં પૂછપરછ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે.

ઉલ્લેખનિય છે કે, ગયા અઠવાડિયે ઈ.ડી.એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી હતી. એજન્સીએ મુંબઈમાં ૩પ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતાં, જેમાંથી પ૦ કંપનીઓ અને અનિલ અંબાણી કંપની સાથે જોડાયેલા રપ લોકો હતા, આ દરોડાઓનો હેતુ કૌભાંડ સંબંધિત પુરાવા એકત્રિત કરવાનો હતો. સેબીએ પોતાનો અલગ તપાસ રિપોર્ટ ઈ.ડી. અને બે અન્ય એજન્સીઓને મોકલ્યો છે. સેબીના આ રિપોર્ટમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરએ એ લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ગ્રુપની અન્ય કંપનીઓમાં ડાયવર્ટ કર્યા છે. આ નાણા સીએલઈ પ્રાઈવેટ લિમિટેડ નામની એક અ-ગટ સંબંધિત પાર્ટી કંપની દ્વારા ઈન્ટરકોર્પોરેટ ડિપોઝિટના રૂપમાં મોકલવામાં આવ્યા હતાં.

સેબીએ જણાવ્યું હતું કે, આર ઈન્ફ્રાએ શેરધારકો અને ઓડિટ સમિતિની મંજુરી મેળવવા અને સાચા ખુલાસા કરવાનું ટાળવા માટે જાણી જોઈને સીએલઈને તેની સંબંધિત કંપની તરીકે જાહેર કરી નથી. આનાથી આ મની લોન્ડરીંગ સ્કીમ વાસ્તવિક વ્યવસાયિક વ્યવહાર જેવી લાગી.

બીજી તરફ રિલાયન્સ ઈન્ફ્રા સાથે સંકળાયેલા સૂત્રોએ સેબીના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે, આર ઈન્ફાએ પોતે ૯ ફેબ્રુઆરીએ આ મામલો જાહેર કર્યો હતો અને સેબીએ કોઈ નવી શોધ કરી નથી. રિલાયન્સ ઈન્ફ્રાનો દાવો ફક્ત ૬,પ૦૦ કરોડ રૂપિયાનો હતો, તેથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ડાયવર્ઝનનો આરોપ ખોટો અને સનસનાટીભર્યો છે. આર ઈન્ફ્રાએ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની મધ્યસ્થી હેઠળ ઓડિશા ડિસ્કોમ કંપનીઓ સાથે તેના સમગ્ર રૂ. ૬,પ૦૦ કરોડ પાછા મેળવવા માટે કરાર કર્યો છે અને આ કેસ હવે બોમ્બે હાઈકોર્ટમાં છે. આ બધા પૈસા વસૂલાત માટે ઉપલબ્ધ છે અને કંપનીને આ મામલે સેબી તરફથી કોઈ નોટીસ મળી નથી, તેવો દાવો પણ કરાયો હોવાનું સૂત્રો જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh