Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સ વગરની
ખંભાળિયા તા. ૧: ખંભાળિયાની દ્વારકા હોસ્પિટલમાં જેમ વર્ષોથી ૧પ૦ બેડની હોસ્પિટલ ૯૦ ના મહેકમમાં કામ કરે છે. કોઈ સાંભળતું નથી તેમજ વર્ષોથી કંડમ થઈ ગયેલ એમ્બ્યુલન્સને ભંગારમાં મોકલવા રિપોર્ટ થયા પછી પણ આરોગ્ય વિભાગ ગાંધીનગર ખંભાળિયાથી બહું દૂર હોય, નવી એમ્બ્યુલન્સ વર્ષો પછી પણ ન આપતા તાજેતરમાં સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી ઘડી કંપનીએ સામાજિક સેવાના ભાગરૂપે અદ્યતન સુવિધાઓવાળી એમ્બ્યુલન્સ આપી હતી. તે એકમાત્ર ચાલતી સારી એમ્બ્યુલન્સ પણ રાજ્યના આરોગ્ય તંત્રના આદેશથી ૧૦૮ વિભાગે લઈ લેતા દ્વારકા જિલ્લાની સૌથી મોટી તથા તાજેતરમાં રાજ્યકક્ષાનું શ્રેષ્ઠ ગુણવત્તા પ્રમાણપત્ર મેળવેલ ખંભાળિયાની સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સ વગરની થઈ છે.
રાજ્ય સરકારે વિચિત્ર નિર્ણય કરીને થોડા જ સમય પહેલા દ્વારકા જિલ્લાના નવ પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોની હોસ્પિટલોની એમ્બ્યુલન્સો પણ ૧૦૮ ના હવાલે કર્યા પછી ખંભાળિયાની સરકારી હોસ્પિટલ કે જ્યાંથી રોજ જામનગર દર્દી રીફર થાય છે ત્યાંથી પણ એમ્બ્યુલન્સ લઈ લેવાતા બહારગામ ઈમરજન્સીમાં જવા માટેના દર્દીઓની પરેશાની વધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial