Advertisement
Author: નોબત સમાચાર

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઝડપી વધારો થતા હેઠવાસના ગામોને સાવચેત કરાયા

બ૫ોરે ૪,૩૬,૦૦૦ ક્યુસેક પાણી છોડાશે

                                                                                                                                                                                                      

રાજપીપળા તા. ૧: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થતા ૪,૩૬,૦૦૦ ક્યુસેક  પાણી છોડવાની જાહેરાત કરાઈ છે, અને હેઠવાસના ગામોને સાવચેત કરાયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. પાણીની સતત આવક થતાં ગુરૂવારે ડેમના પાંચ દરવાજા ખોલીને ૧.૩૬લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે આજે બપોરે ૩ કલાકથી નર્મદા નદીમાં ૪,૩૬,૦૦૦ કયુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે નદીકાંઠા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ૨.૪૪ મીટરનો વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ડેમની સપાટી ૧૩૩.૦૨ મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હાલ ડેમમાં ૪,૭૪,૦૯૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં ૨,૮૬,૯૬૨ કયુસેક અને કેનાલમાં ૫,૯૮૫ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

ડેમમાં ગ્રોસ સ્ટોરેજ ૭૬૯૭.૨૦ એમ.સી.એમ. છે અને પાણીનો સંગ્રહ ૮૧.૩૭ ટકા જેટલો થયો છે. પાણીની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને, નદીકાંઠાના ગામોના નાગરિકોને સલામતી માટે સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh