Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ એટલે ઈશ્વર સ્મરણ, શરણ અને શ્રવણ નો મહિમા સભર મહિનો.આ પવિત્ર માસ માં ઈશ્વર નું શરણ લઇ હ્ય્દયથી સ્મરણ કરો અને સ્તોત્ર વગેરેનું શ્રવણ કરો. જીવનમાં સરળતા, સાહજિકતા અને પરસ્પર સ્નેહ રાખો. આ માત્ર એક માસ માટે નહીં પરંતુ આ મહિનામાં આદત બનાવી હંમેશા અનુસરવું.
મહાદેવ શું? શાંત , ભોળા અને આઠ પ્રહર સૌ માટે દ્વાર (હ્ય્દયના) ખુલ્લા. તમને મન થાય ત્યારે એમને મળવા દોડી જાવ એ હોય જ. એ શાંતિપ્રિય દેવ છે. અને એકલા રહેવા ટેવાયેલા છે , એટલે જ આપણને શ્રાવણમાં એમ થાય કે સૌ કોઈ દૂધ પાણી લઇ એમના પર તૂટી પડે. ખુબ પાણીથી ધોવે એટલે કે નવડાવે પછી દૂધની ધાર કરે. એમાંના ઘણા ને ખબર ન હોય કે પાણી દૂધ શું કામ ચડાવવાના? મેં જાણ્યું છે એ મુજબ જ્યારે લોક હિતાર્થે મહાદેવ ઝેર પી ગયા હતા અને ગળામાં સ્થિર કરી દીધું હતું ત્યારે એ જગ્યાએ સખ્ત આગળ જાળ ઉમટી પડી અને એના શમન માટે દેવો એ સતત પાણી અને દૂધ નો અભિષેક કર્યો હતો કે એ ઝેર નું શમન થાય બસ ત્યારથી આ પ્રથા છે. એ દેવોએ કર્યું હતું જે દૂધ વ્યર્થ નહોતું ગયું. એ વાત જુદી છે કે ક્યાં કેમ? પણ અત્યારે લોકો જે રીતે અભિષેક કરે છે એ તો બગાડ થાય છે. કેટલા લીટર દૂધ ગટરમાં જાય છે. એને બદલે મંદિરની બહાર બેઠેલા બાળ ભિક્ષુ ને પીવડાવો તો મહાદેવ રાજી થાય. આમ કોઈની લાગણી દુભાવવાનો આશય નથી પણ એક વિચાર છે.દરેકની શ્રદ્ધાનો સવાલ છે.ક્યારેક તો લોકોને શિવલિંગ પર દૂધ રેડતા જોઈ મને એમ થાય કે શંકર ભગવાનને કહું કે અહીં ગૂંગળાઈ મરશો હાલો આપણે ઘેર. આ સાથે ઉપવાસ નો પણ મહિમા છે. એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ચોમાસામાં પેટને આરામ રહે અને ખરાબ ન થાય એટલે ભોજન આરોગવું નહિ. પણ લોકો ફરાળ દાબી ને કરે એમાં ભૂખ્યા રહેવાનું ક્યાં આવે? એમ જો ભૂખ્યા રહે ભગવાન મળતા હોત તો ઘણા ભિક્ષુકો ભૂખ્યા હોય છે એમને તો ભગવાન ઘેર મળવા આવે. પણ વાત આ મહિના ના મહિમાની એક જ છે કે સ્વાર્થી ન બનો, માનવીય અભિગમ રાખો. ઊંચનીચ ના ભેદ ભૂલી સૌ માટે સમાન દ્રષ્ટિ રાખો.
અત્યંત પૈસા ધરાવતા મનોરમા બહેન ના બાળકો પરદેશ છે , એ બાળકો સતત કહ્યા કરે કે માં તમે ત્યાં એકલા શુ કામ રહો છો? અહીં અમારી સાથે રહો. તમારે જે જોઈએ એ અહીં મળી જશે. તમારી રીતે જ તમે જીવો મોજ કરજો પણ, મનોરમા બહેન કહે કે હું આપણે ઘરે જ મોજમાં રહી શકીશ આટલા બધા વર્ષ હું ત્યાં રહી.હવે તમારા પપ્પા ગયા પછી મને મારું ઘર જ સારું લાગે છે. બાળકોએ કહૃાું કે, હા રહો ત્યાં પણ કામ રસોઈ તમારા ઘરના બધા કામ માટે કોઈ બહેન રાખી લેજો. મનોરમા બહેન આમ તો ધનલક્ષ્મી કહી શકાય. દીકરાઓ ત્યાં યુએસ માં ખૂબ કમાય , એ એમની માં ને સતત જરૂરિયાત કરતા વધુ પૈસા મોકલતા રહે , માં ને તકલીફ ના પડે.માં પાછા શંકર ના ભક્ત આમ સતત પૂજા કરે અને શ્રાવણમાં તો વધુ ઉપરાંત દાનધર્મ કરે.બાળકો સતત પૂછ્યા કરે કે માં કોઈ બહેન ને રાખ્યા ? માં દર વખતે કહે ખાલી કચરા પોતા માટે છે ચાલે છે. તો છોકરાઓ કહે કે એમ નહીં પુરા સમય માટે કોઈ બહેન એવું હોય તો આપણા બંગલામાં આઉટ હાઉસમાં રાખો. તમારે તો પાછો શ્રાવણ ચાલે છે એટલે કેટલું કરવાનું? એટલે એમણે એમના સંબંધી ને કહૃાું કે કોઈ જરૂરિયાતવાળા બહેન કે જે એકલા રહેતા હોય, એવા ને માં માટે મોકલો. એટલે એક બહેન હતા તેમને કામ સાથે સહારાની જરૂર હતી એમને મોકલ્યા એનું નામ ગૌરી.ગૌરી શંકર ભગવાનના પરમ ભક્ત.
એક સવારે ગૌરી બહેન એની નાની દીકરીને દેવી ને લઇ પહોંચી ગયા . વિચાર કરો આટલા બધા પૈસા ધરાવનાર કરોડપતિ કહી શકાય એને પૈસાનું અભિમાન કેટલું હોય? પણ ના એ જેટલા ધનવાન હતા એટલા જ વધુ સરળ અને માનવીય અભિગમ ધરાવતા હતા. આ ગૌરી શંકર ભગવાનના પરમ ભક્ત. એ વર્ષોથી એટલે કે એ નાની હતી ત્યારથી શ્રાવણ માં વહેલી ઉઠે પાંચ વાગતા કાંઈ ખાધા પીધા વગર ચાલતી શંકરના મંદિરે જાય. દર્શન કરી પાછા આવ્યા પછી ચ્હા નાસ્તો કરે. કહેવાય છે કે એના લગ્ન નક્કી થયા એટલે પહેલી કંકોત્રી શંકર ભગવાનના ચરણે મૂકી હતી અને કહૃાું હતું કે *આવજો હો?* અને એ ગરીબ બ્રાહ્મણ બની આવ્યા હતા. માયરામાં બેઠા બેઠા ગૌરી એ જોયું, એ પરમ ભક્ત હતી એટલે ઓળખી ગઈ. એ બ્રાહ્મણ એક સફેદ વસ્ત્ર પહેરી ઉભા હતા. બધું પત્યા પછી એના પતિને લઇ એ બ્રાહ્મણને ચરણ સ્પર્શ કરવા લઇ ગઈ.આશીર્વાદ લઇ પાછી મંડપમાં પાછી ફરી અને જોયું તો અચાનક એ બ્રાહ્મણ ચાલ્યા ગયા. રાત્રે સપનામાં આવી એમણે કહૃાું કે ક્ષમા કરજો દીકરી તારી વિદાય જોવાની હિંમત નહોતી એટલે જતો રહૃાો પણ હું તારું સતત ધ્યાન રાખીશ. એ તો ઈશ્વર હતા એમને તો ગૌરીની નિયતિ ખબર હોય. ગૌરી પર દુઃખના પહાડો તૂટ્યા એના પિતાની હાલત એમના કર્મ ને કારણે ખરાબ થઈ ગઈ. થોડા વખત પછી ગૌરીને દીકરી જન્મી એ પછી એના પતિ નું અવસાન થયું. એ સાવ એકલી પડી ગઈ. એ દેવામાં હતો એનું મકાન અને બધું જપ્ત થઈ ગયું, એ ઝૂંપડામાં રહેવા મજબુર થઇ ગઈ. આ પરિસ્થિતિ પછી પણ એણે શંકર ભગવાનની ભક્તિ છોડી નહિ. એમ વિચારીને કે એમણે મારું સારું જ વિચાર્યું હશે.
એ શંકર ભક્ત ગૌરી એની દીકરી દેવી સાથે મનોરમા બહેનના ઘરે પહોંચી બહેને દરવાજો ખોલ્યો અને હેતાળ સ્મિત સાથે આવકાર આપ્યો. ગૌરી કહે કે નીલા શેઠાણીએ કહૃાું કે તમારે કામ માટે જરૂર છે. મનોરમા બહેન કહે હા બિલકુલ. આવો અંદર , એ દીકરી સાથે અંદર ગઈ, મનોરમા બહેન કહે બેસ હું પાણી લઇ એવું. દેવી હજી ના કહે ત્યાં તો એ અંદર પાણી લેવા ગયા એમણે પાછા આવી જોયું તો એ માં દીકરી નીચે જમીન પર બેઠા હતા. એ બોલ્યા કે નીચે કેમ બેઠા સોફા પર બેસી માં દીકરી એ એક બીજા સામે જોયું એમ વિચારીને કે બીજા લોકોના તુચ્છ વર્તન કરતા આમનું કેટલું આત્મીય વર્તન છે? એ લોકો બેઠા પાછી વાત કરી. ક્યાં રહો છો વગેરે. એમણે કહૃાું કે અહીં ઝૂંપડામાં પછી દીકરીને ભણાવી નથી શકતા વગેરે તેમની પરિસ્થિતિ વિશે એમણે જાણી લીધું. પછી કહૃાું કે અમારે ત્યાં કામ કરીશ? ગૌરીએ એમની આત્મીયતા જોઈ કહૃાું કે બા તમારે ત્યાં કામ ની ના પડાય? તમે અમને પોતાના ગણી મહત્વ આપો છો. મનોરમા બહેન કહે કે *જો હવે તમારે ત્યાં ઝૂંપડામાં નહિ રહેવાનું અહીં આઉટ હાઉસ માં રહેવા આવી જા. બીજું આ દીકરીને ભણવા મુકવાની બધો ખર્ચ હું કરીશ. તારે અહીં બધા કામ કરવાના, જમવાનું પણ મારી સાથે. બીજા કામ કરવાની જરૂર નથી. ગૌરીની આંખમાં આંસુ આવી ગયા એને થયું કે શંકર ભગવાને મારી સામે જોયું.
કેવું કહેવાય? શંકર ભગવાને બે ભક્તો ભેગા કરી દીધા બેયનું કલ્યાણ કરી દીધું. આ શ્રાવણમાં શંકર ભગવાનની ભક્તિ હ્ય્દયથી કરો. એને અનુસરો. એ ભોળિયા છે. નિશ્વાર્થ રહી સાચા હદયથી એની ભક્તિ કરશો તો એ તમારું ધ્યાન રાખશે જ.
ઁ નમઃ શિવાય
હર હર મહાદેવ હર
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial