Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પનો દિલથી આભારઃ બન્ને દેશો વચ્ચે સકારાત્મક અને દૂરદર્શી વ્યૂહાત્મક ભાગીદારીઃ મોદીનો પ્રતિભાવ
વોશિંગ્ટન તા. ૬: ડોનાલ્ડ ટ્રમ્પના ભારત માટે સૂર નરમ પડયા છે. તેમણે કહ્યું કે, ભારત-અમેરિકાના સંબંધો ખૂબ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં મારા સારા મિત્ર રહેશે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો સારી ચાલી રહી છે. આ નિવેદનોથી એવું લાગે છે કે ટ્રમ્પ હવે ભારત સાથેના તંગ બનેલા સંબંધોને ફરી મજબૂત બનાવવા ઈચ્છે છે.
એક સમયે ભારત વિરુદ્ધ કડક વલણ અપનાવનાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે નરમાશ દર્શાવી છે. તેમણે ભારત-અમેરિકાના સંબંધોને *ખૂબ ખાસ* ગણાવ્યા છે અને કહૃાું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમના સારા મિત્ર રહેશે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો સારી ચાલી રહી છે. આ નિવેદનોથી એવું લાગે છે કે ટ્રમ્પ હવે ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઇચ્છે છે, ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' બાદ બંને દેશો વચ્ચે આવેલા તણાવને ઓછો કરવા માટે.
વોશિંગ્ટનથી મળતા વિશેષ અહેવાલો મુજબ 'ઓપરેશન સિંદૂર' બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કડક વલણ અપનાવ્યું હતું, જેના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. પરંતુ હવે ટ્રમ્પના તેવર નરમ પડ્યા હોય તેવું લાગી રહૃાું છે. તાજેતરમાં તેમણે ભારત-અમેરિકાના સંબંધોને *ખૂબ જ ખાસ* ગણાવ્યા છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના *ખૂબ સારા મિત્ર* ગણાવ્યા છે. આ નિવેદનોથી વેપાર અને રાજદ્વારી સંબંધોમાં નવી આશા જન્મી છે.
હકીકતે ટ્રમ્પે આ વાત એક પ્રશ્નના જવાબમાં કહી હતી. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તે ભારત સાથે ફરી સંબંધો સુધારવા માટે તૈયાર છે? કારણ કે, ટેરિફના કારણે બંને દેશો વચ્ચેના સંબંધ છેલ્લાં બે દાયકાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહૃાા છે.
ટ્રમ્પે એવું પણ કહૃાું કે, 'હું ખૂબ નિરાશ છું કે, ભારત રશિયા પાસેથી આટલું બધું ક્રૂડ ઓઇલ ખરીદી રહૃાું છે. અમે ભારત પર ખૂબ વધારે પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે. વડાપ્રધાન મોદી સાથે મારા સંબંધ સારા છે. તે મહાન છે. થોડા મહિનાઓ પહેલાં અહીં આવ્યા હતા, ત્યારે મને પૂછવામાં આવ્યું હતું કે, ભારત અને અન્યે દેશો સાથે ટ્રેડ વાટાઘાટો કેવી ચાલી રહી છે? એ દરમિયાન મેં કહૃાું હતું કે, બધું બરાબર ચાલી રહૃાું છે. પરંતુ, અમે યુરોપિયન યુનિયનથી નારાજ છીએ.'
ટ્રમ્પે આ પહેલાં કહૃાું હતું કે, અમને લાગે છે કે ભારત અને રશિયાને આપણે ચીન સામે ગુમાવી દીધા છે. આ સાથે ટ્રમ્પે મોદી, પુતિન અને શી જિનપિંગની તસવીર પણ પોસ્ટ કરી હતી.
આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે જે મોટું નિવેદન આપ્યુ હતું. તેના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ રિપ્લાય કરતાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસ પર લખ્યું કે, 'અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકાના સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ અને તેમનું સમર્થન કરીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત સકારાત્મક અને દૂરદર્શી વ્યાપક તથા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.'
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહૃાું હતું કે, 'ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં, મોદી અને હું મિત્રો રહીશું. તે એક મહાન વડાપ્રધાન છે. તે મહાન છે, પરંતુ હાલ મોદી જે કરી રહૃાા છે તે મને નથી ગમતું. જો કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial