Advertisement
Author: નોબત સમાચાર

ખાલિસ્તાનીઓને કેનેડામાંથી જ જંગી ફંડ મળતું હોવાનો પર્દાફાશ

કેનેડા સરકારના જ રિપોર્ટમાં ખુલી પોલ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૬: કેનેડાની પોલ ખુલી ગઈ છે અને ખાલિસ્તાની સંગઠનોને કેનેડામાંથી જ આર્થિક ફન્ડિંગ થતુ હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે.

કેનેડા સરકારે તાજેતરમાં જ જાહેર કરેલા '૨૦૨૫ અસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક્સ ઇન કેનેડા' રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ જણાવે છે કે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન જેવા ઘણા ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોને કેનેડાથી આર્થિક મદદ મળી રહી છે.

રિપોર્ટ અનુસાર, કેનેડાના કાયદા હેઠળ આતંકવાદી સંગઠનો તરીકે સૂચિબદ્ધ કેટલાક જૂથો જેવા કે હમાસ, હિઝબુલ્લાહ અને ખાલિસ્તાની ઉગ્રવાદી સંગઠનો, રાજકીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ (પીએમવીઈ) શ્રેણીમાં આવે છે અને તેમને કેનેડાથી નાણાકીય સહયોગ મળતો રહૃાો છે.

આ રિપોર્ટ અનુસાર, ખાલિસ્તાની સંગઠનો પંજાબમાં અલગ રાજ્ય માટે હિંસાનો ઉપયોગ કરે છે અને તેમને કેનેડા સહિત અન્ય દેશોના સમર્થકો પાસેથી આર્થિક મદદ મળે છે. અગાઉ મોટા નેટવર્ક દ્વારા ચાલતું ફંડિંગ હવે ખાલિસ્તાન આંદોલનના સમર્થકો દ્વારા નાના જૂથો અને વ્યક્તિઓ દ્વારા થઈ રહૃાું છે, ભલે તેઓ કોઈ ચોક્કસ સંગઠન સાથે સીધા જોડાયેલા ન હોય.

તપાસમાં વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ આતંકી સંગઠનોએ પૈસા એકઠા કરવા માટે નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન અને ચેરિટેબલ સંસ્થાઓનો પણ ઉપયોગ કર્યો છે. જોકે, રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડામાં મોટાભાગની એનપીઓએસમાં મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગનું જોખમ શૂન્ય છે, પરંતુ કેટલીક સંસ્થાઓના કિસ્સામાં આ જોખમ વધુ હોઈ શકે છે. ખાલિસ્તાની ઉગ્રવાદનો ઉલ્લેખ એવા સમયે થયો છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહૃાો છે. માર્ક કાર્નીની સરકાર સત્તામાં આવ્યા બાદ બંને દેશોએ તાજેતરમાં એકબીજા માટે નવા હાઈ કમિશનરની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં સંબંધોમાં તણાવ આવ્યો હતો, જ્યારે તેમણે ભારત પર કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ભારત અને કેનેડા વચ્ચે ઘણાં ઉચ્ચ-સ્તરીય રાજદ્વારીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. નવા રિપોર્ટથી એ સ્પષ્ટ થયું છે કે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની તત્ત્વો હજુ પણ વિદેશમાં રહેતા શીખ સમુદાય અને નોન-પ્રોફિટ સંસ્થાઓ દ્વારા પોતાની ગતિવિધિઓ ચાલુ રાખી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh