Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્યક્રમો-પ્રવાસો દરમિયાન
ખંભાળિયા તા. ૧૧: જામનગરના ધારાસભ્ય તથા રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ નાની વયના શિક્ષણ મંત્રી થવાની સાથે ઉત્સાહની ઊર્જાથી શિક્ષણ તંત્રને દોડતું કરવાની સાથોસાથ પ્રવાસો કાર્યક્રમોમાં જે તે વિસ્તારની શાળાઓની મુલાકાત લઈને તેમની આવી પ્રવૃત્તિઓની પ્રશંસા કરીને ક્યાંક કંઈ ખૂટતું હોય તો તેની પૂર્તિ માટેની પ્રવૃત્તિ ખૂબ જ પ્રશંસનિય બની છે.
તાજેતરમાં તેમણે જૂનાગઢ પ્રવાસ કર્યો હતો ત્યારે જૂનાગઢના આઝાદ ચોકમાં આવેલી સરકારી ગર્લ્સ સ્કૂલની મુલાકાત લીધી હતી તથા શાળાની શિક્ષણ વ્યવસ્થા તથા પરિણામો પ્રવૃત્તિની વિગતો જાણીને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી ઉપયોગી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢની પી.એમ. શ્રી પ્રાથમિક કન્યા શાળા નં. ૪ ની રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થીઓની સાથે આત્મિય સંવાદ કર્યો હતો તથા તેમની સાથે પ્રશ્નોત્તરી કરી ઉપયોગી જાણકારી આપી શાળાની શૈક્ષણિક વહીવટી બાબતે સૂચનો, માર્ગદર્શન આપેલું હતું. આ ઉપરાંત જૂનાગઢની આર.જે. કનેરિયા ગર્લ્સ હોસ્ટેલમાં પરીક્ષાર્થીઓ સાથે આત્મિય સંવાદ કરીને આત્મવિશ્વાસ તથા હકારાત્મક દૃષ્ટિકોણ સાથે ડર વગર કઈ રીતે પરીક્ષા આપવી તેનું પણ માર્ગદર્શન તેમણે પૂરૃં પાડ્યું હતું. શિક્ષણ મંત્રીના શાળાઓની મુલાકાતના આ કાર્યોની પ્રશંસા થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial