Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદાની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદાએ જનરલ બોર્ડમાં જામનગરના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર વિનામૂલ્યે થાય અને સ્મશાનનો ખર્ચ મહાનગરપાલિકા નિભાવે તેવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને અંતે મનપાના શાસકોએ તેમનો અંતરઆત્મા જાગતા તાજેતરમાં રજૂ થયેલા અંદાજપત્રમાં સ્મશાનગૃહમાં અંતિમક્રિયાના ખર્ચ પેટે રૂ।. ૧૦૦૦ મહાનગરપાલિકા ચૂકવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ પણ વિપક્ષ દ્વારા સ્મશાનગૃહમાં અંતિમક્રિયાનો ખર્ચ મનપા ભોગવે તેવી રજૂઆતો થઈ જ હતી. તેમજ પૂર્વ વિપક્ષી કોર્પોરેટર સ્વ. દેવશીભાઈ આહિરે પણ આ મુદ્દે લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. પોસ્ટર લગાડી શહેર ભ્રમણ પણ કર્યુ હતું. શાસકોએ ચૂંટણીલક્ષી ફાયદો મેળવવા વિપક્ષની માંગણી સ્વીકારવી પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial