Advertisement
Author: નોબત સમાચાર

જાપ્તા હેઠળથી આરોપી નાસી જવાના પ્રકરણમાં ત્રણ પોલીસકર્મી થયા સસ્પેન્ડ

ગયા શનિવારે મેઘપરમાંથી એક આરોપી નાસી ગયો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર એસઓજીએ મોટી ખાવડીની હોટલમાંથી પંજાબના ચાર શખ્સને ૪૧૮ ગ્રામ હેરોઈન સાથે પકડ્યા પછી આરોપીઓ મેઘપર પોલીસના કબજામાં હતા ત્યાંથી શનિવારે એક આરોપી નાસી ગયો છે. આ પ્રકરણમાં એસપીએ ગઈકાલે ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકની એક હોટલમાંથી ગયા શુક્રવારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ૪૧૮ ગ્રામ હેરોઈન સાથે ચાર શખ્સને દબોચી લીધા હતા. પંજાબના આ શખ્સોનો કબજો મેઘપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. જેમાંથી વિશાલસિંઘ મટુ નામનો આરોપી પોલીસ જાપ્તા હેઠળથી નાસી ગયો હતો.

આ શખ્સના સગડ દબાવાઈ રહ્યા છે. તે દરમિયાન ગઈકાલે જામનગરના એસપી ડો. રવિમોહન સૈનીએ મેઘપર પોલીસ સ્ટેશનના હે.કો. ભરતસિંહ દિગુભા ઝાલા, ભગીરથસિંહ ભીખુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ હીરજીભાઈ ચાવડાને તેઓની ફરજમાં બેદરકારી દાખવવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરી નાખ્યા છે. જેના પગલે પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh