Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં જુગારના એક ડઝન દરોડામાં પ૮ પકડાયા

જુગાર રમતા દસ વ્યક્તિ નાસી ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે અલગ અલગ ૧૨ સ્થળે જુગારની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને પ૮ લોકોને રૂપિયા સવા લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય દસ નાસી ગયા હતા.

ભાણવડ તાલુકાના ભરતપુર ગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ભરત ઓડેદરા, સંજયભાઈ પોપટભાઈ ગોહેલ, મહેન્દ્ર દેવાયતભાઈ વસરા, મેરામણભાઈ, કારાભાઈ લખમણભાઈ વરૂને રૂ.૧૧૮૨૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

ભાણવડના રાણપર ગામે ગંજીપાનાથી જુગાર રમી રહેલા સાગર રાજાભાઈ પરમાર, મનિષ વેલજીભાઈ વઘેડીયા, રામભાઈ કેશુભાઈ મકવાણા અને જીતુભાઈ બાલુભાઈ મકવાણાને રૂ.૧૧૧૫૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા. આ ઉપરાંત રાણપર ગામમાં જ અન્ય એક જુગારના દરોડામાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા ભરત બાબુભાઈ સિહોરા, નીતિન ટપુભાઈ ગોહેલ, કાળુાઈ રમેશભાઈ ચુડાસમાને રૂ.૧૦૩૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામની સીમમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા દેવાભાઈ લાખાભાઈ ધ્રાંગુ, જીવાભાઈ પુંજાભાઈ વરૂ, કાળુભાઈ કેશુરભાઈ વરૂ, વિપુલ રાજશીભાઈ વરૂ, સુમાતભાઈ ધરણાંતભાઈ વરૂ, રાજુભાઈ બાપુભા વાળા અને લખમણભાઈ ભીમશીભાઈ ધ્રાંગુને રૂ.૧૩૭૨૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના ઉપલી ધાર વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા જેસાભાઈ વાલાભાઈ જમોડ, સંગીતાબેન હાજાભાઈ સોલંકી, રાજીબેન રામજીભાઈને રૂ.૨૪૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે મઘીબેન રામભાઈ સોલંકી નાસી ગયા હતા.

કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં તીનપત્તીનો જુગાર રમતા કરશનભાઈ રત્નાભાઈ નકુમ, નરશીભાઈ માંડણભાઈ નકુમ, નિતેશ વલ્લભભાઈ નકુમ અને રામજીભાઈ બોઘાભાઈ નકુમને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રણછોડભાઈ ભીખાભાઈ રાઠોડ, અશોકભાઈ હરજીભાઈ રાઠોડ, મોહનભાઈ માંડણભાઈ રાઠોડ, અરવિંદભાઈ વિરજીભાઈ સોનગરા, ભીખાભાઈ કાનાભાઈ પરમાર, કિશોરભાઈ અરજણભાઈ પરમાર, ભરતભાઈ રામજીભાઈ રાઠોડ, ભીખુભાઈ શામજીભાઈ પરમાર અને દેવરાજભાઈ વિરજીભાઈ રાઠોડ નામના નવ વ્યક્તિઓ નાસી છૂટ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૨૫૮૦ની રોકડ રકમ કબજે કરી હતી.

 ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા પીઠાભાઈ કુંભાભાઈ ચાવડા, કાનાભાઈ દેવશીભાઈ ચાવડા, માલદેભાઈ કુંભાભાઈ ચાવડા, રાયદેભાઈ દેસુરભાઈ ચાવડા, કિરીટસિંહ કાનાજી જાડેજા, શૈલેન્દ્રસિંહ કેશુભા જાડેજા, દેવાતભાઈ વીરાભાઈ ચાવડા અને નારણભાઈ સાજણભાઈ ચાવડાને રૂ.૧૪૫૭૦ની રોકડ રકમ સાથે પોલીસે પકડી લીધા હતા.

ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામમાં દીપકભાઈ કેશુભાઈ સુવાની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે શનિવારે સાંજે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી જુગાર રમી રહેલા દીપક સુવા ઉપરાંત વિક્રમભાઈ રામભાઈ ડાંગર, ગોવિંદભાઈ મેરામણભાઈ સુવા, એભાભાઈ ધનાભાઈ ચંદ્રાવડીયા, આલાભાઈ વજશીભાઈ સુવા, મશરીભાઈ ફોગાભાઈ ડાંગર, ખીમાણંદભાઈ મેઘાભાઈ સુવા અને મેરામણભાઈ ધરણાંતભાઈ સુવાને રૂ.૩૬૭૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામમાં તીનપત્તીનો જુગાર રમતા ગોવિંદભાઈ દેવશીભાઈ જોગલ, જેઠાભાઈ વેજાભાઈ મંગેરા, કાનાભાઈ સકરાભાઈ બથવાર, ધનાભાઈ કચરાભાઈ કેશરીયાને રૂ.૫૦૮૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ખીમુબેન આલાભાઈ ભાયા, સંતોકબેન હરીશસંગભાઈ ભાયા, વીલાબેન અરજણભા ભાયા, અનિશાબેન હિમતભાઈ ભાયાને રૂ.૫૦૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

શિવરાજપુરમાં જ પોલીસે પાડેલા અન્ય એક દરોડામાં ગંજીપાના વડે જુગાર રમતા આલાભા પતરામલભા ભાયા, વિરમભા થોભણભા નાયાણી, થોભણભા બાલુભા નાયાણી અને વિજયભા રાયાભા નાયાણીને રૂ.૧૦૫૬૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રોનપોલીસનો જુગાર રમતા કાયાભા દેવાભા સુમણીયા, રમેશભાઈ મેઘજીભાઈ તાવડે, જીજ્ઞેશ વિઠ્ઠલભાઈ ચાવડા અને જેસાભા કાળુભા બથીયાને રૂ.૧૦૫૬૦ની રોકડ સાથે પોલીસે દબોચી લીધા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh