Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં મુશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું: બ્રિજ ધરાશાયીઃ માર્ગો બંધ

છેલ્લા એકસો વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદઃ

                                                                                                                                                                                                      

જમ્મુ તા. રપઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ર૪ કલાકથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે ૮-૩૦ વાગ્યા સુધીમાં ૦૯૦.૪ મી.મી. વરસાદ સાથે ઓગસ્ટ મહિનાનો છેલ્લા ૧૦૦ વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ પ ઓગસ્ટ ૧૯ર૬ માં સૌથી વધુ રર૮.૬ મી.મી. વરસાદ પડ્યો હતો, જ્યારે ૧૧ ઓગસ્ટ, ર૦રર માં ૧૮૯.૬ મી.મી. વરસાદ વરસ્યો હતો.

જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. નદી-નાળા છલકાઈ જતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાનીપુર, રૂપનગર, તાલાબ ટિલ્લુ, જ્વેલ ચોક, ન્યૂ પ્લોટ તથા સંજયનગર સહિત અનેક વિસ્તારોમાં પૂરના કારણે ઘરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ડઝનથી વધુ વાહનો પૂરમાં તણાઈ ગયા છે.

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં ર૭ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં આભ ફાટવાની, પૂર અને ભુસ્ખલન થવાની પણ આગાહી કરી છે. સ્થાનિક વહીવટી તંત્રે જળાશયો તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા એડવાઈઝરી જાહેર કરી છે. નિચાણવાળા વિસ્તારોમાં ન જવા નિર્દેશ આપ્યો છે. રાતભર ભારે વરસાદના કારણે જમ્મુના પઠાણકોટમાં નેશનલ હાઈ-વે પર સ્થિત એક બ્રિજને નુક્સાન થયું છે.

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે જમ્મુમાં સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટેગ્રેટિવ મેડિસિનના ઓછામાં ઓછા ૪પ વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા હતાં. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભારે વરસાદના કારણે તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.

પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ છે. રપ૦ કિ.મી. લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈ-વે તેમજ ૪૩૪ કિ.મી. લાંબો શ્રીનગર-લેહ નેશનલ હાઈ-વે પરિવહન માટે ખૂલ્લો છે. જમ્મુમાં પૂંછ તથા રાજોરીને દક્ષિણ કાશ્મીરના શોપિયાનને જોડતો મુઘલ રોડ અને જમ્મુમાં કિશ્તવાડ તથા ડોડા જિલ્લાને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ સાથે જોડતો સિંઘન રોડ ભૂસ્ખલનના કારણે બંધ છે. કઠુઆમાં ભારે વરસાદના કારણે સહાર ખાદ નાળામાં પાણી ભરાઈ ગયું છે, જેથી જમ્મુ-પઠાણકોટ હાઈ-વે પર આવેલો એક બ્રિજ તૂટી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh