Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનંુ પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૨૩: ધ્રોલના લતીપર ગામમાં રહેતા એક પ્રૌઢ શુક્રવારે પોતાના ખેતરમાં પાણી વાળતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા પછી મોતને શરણ થયા છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા વિપુલગર ભીખુગર ગોસાઈ નામના ૫ંચાવન વર્ષના પ્રૌઢ પોતાના ખેતરમાં શનિવારે સાંજે ઉભા પાકમાં પાણી વાળી રહ્યા હતા.
ત્યારે તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છેે. તેમના પુત્ર વિવેકગીરી ગોસાઈએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial