Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીફ્ટ આપનાર મોટરમાં ભૂલાયો ફોનઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક આસામીનો લગ્નમાંથી પરત આવતી વખતે એક મોટરમાં મોબાઈલ ભુલાઈ ગયો હતો. પોલીસની કમાન્ડ કંટ્રોલ ટીમે મોબાઈલ પરત અપાવ્યો છે.
જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે ધરારનગર-૧માં રહેતા ભગીરથસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ નામના આસામી તથા તેમના બે મિત્રો એક લગ્ન પ્રસંગમાં ગયા પછી ગુરૂવારે રાત્રે એકાદ વાગ્યે જામનગર પરત આવવા માટે ખંભાળિયા રોડ પર શાપર ગામ નજીક વાહનની રાહ જોતા હતા.
આ વેળાએ એક અજાણી મોટરમાં તેઓને લીફ્ટ મળી હતી. સમર્પણ હોસ્પિટલ પાસે ઉતરી ગયેલા ભગીરથસિંહનો રૂ।.૪૬ હજારનો ફોન આ મોટરમાં ભુલાઈ ગયો હતો. તે માટે પોલીસની કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદ માંગવામાં આવતા તે મોટર શોધી કાઢી પોલીસે મોબાઈલ પરત અપાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial