Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ સદીથી વધુ પ્રાચીન પુરૂષોની ગરબીની અનોખી પરંપરા નગરની સાંસ્કૃતિક ઓળખ સમાનઃ
'છોટીકાશી' જામનગરમાં ધર્મોત્સવની આગવી પરંપરાઓ છે. નવરાત્રિ ઉપર અહી સદીયો જૂની પ્રાચીન ગરબીઓ પણ થાય છે જે સમયનાં અનેક પ્રવાહોનાં બદલાવ પછી પણ મૂળ સ્વરૂપમાં જ યથાવત છે. કદાચ આ જ ભક્તિનો ચમત્કાર કહી શકાય. આવી ગરબીઓમાં જલાની જારની ગરબીનું નામ પ્રથમ લેવું પડે. ત્રણસો વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાની માન્યતા ધરાવતી આ ગરબીમાં ચંદરવામાં નવદુર્ગાની ચલિત મૂર્તિઓનું સ્થાપન કરી પ્રતિદિન પુરૂષો ધોતી - મુકટો અને ઝભ્ભા સાથેનાં પરંપરાગત ભારતીય પહેરવેશમાં ગરબે ઘૂમે છે. અહી કોઈ પ્રકારનાં વાજીંત્ર વગાડવામાં આવતા નથી પણ 'નોબત' નાં તાલે છંદ ગાવામાં આવે છે. દર નવરાત્રિમાં સાતમા નોરતે અહી આખી રાત 'ઇશ્વર વિવાહ' ઉજવાય છે. જેને નિહાળવાનો પણ એક લ્હાવો છે. આ પરંપરા અનુસાર ગત રાત્રે પણ દેવીદાસ કૃત 'ઈશ્વર વિવાહ' નાં ગાયન વડે શિવશક્તિની આરાધના કરવામાં આવી હતી.દરેક શ્રોતા સરળતાથી સમજી શકે એ માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે. મધરાત્રિથી વહેલી સવારે બ્રહ્મમુર્ત સુધી 'ઈશ્વર વિવાહ' ઉત્સવ ઉજવાયો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા તથા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતનાં સત્તાધીશો પણ આ અનોખી સાંસ્કૃતિક પરંપરાનાં સાક્ષી બન્યા હતા અને અલૌકિક વાતાવરણની અનુભૂતિ કરી ધન્ય થયા હતાં. ઉલ્લેખનીય છે કે અહી ઉત્થાપન પણ અનોખી રીતે કરવામાં આવે છે. દશેરાની રાત્રે અન્નકૂટ અપર્ણ કરવામાં આવે છે તથા એકાદશીનાં પરોઢીયે કનકાઇનાં છંદ ગાઈને નવરાત્રિ પર્વ સંપન્ન કરવામાં આવે છે. કોઈ સંસ્થાનાં બેનર કે ફંડ ફાળા વગર સદીયોથી આ ગરબી ફક્ત પરંપરા રૂપે ભક્તો દ્વારા સંચાલિત છે. જે નગરની સાંસ્કૃતિક ઓળખ સમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial