Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં શ્રાવણ મહિનાના દ્વિતીય સોમવારના દિને શિવજીને આબેહૂબ શણગાર

ર૦રપમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓની ઝાંખીઃ  જંગલમાં બિરાજમાન શિવજી

                                                                                                                                                                                                      

છોટીકાશી તરીકે વિખ્યાત જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ માસના દ્વિતીય સોમવારના પાવન દિવસે શહેરનો શિવાલયોમાં ભગવાન શિવજીને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતાં. શહેરના તમામ શિવાલયોમાં ભગવાન શિવજીની મહાઆરતી યોજવામાં આવી હતી અને ભક્તો દ્વારા શિવજીનો શણગાર કરવામાં આવ્યો હતો. જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. હવાઈચોકમાં આવેલા સોમનાથ મહાદેવને જંગલમાં બિરાજમાન શિવજી હોય તેવી પ્રતિતી કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરમાં આવેલા ઈચ્છેશ્વર મહાદેવને કાલભૈરવ યત્ર સ્વરૂપના ભવ્ય શણગાર કરવામાં આવ્યા હતાં. તેવી જ રીતે જી.જી. હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ જયંત સોસાયટીમાં સોમનાથ મહાદેવના મંદિરમાં ભારતમાં ર૦રપમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓની ઝાંખી મહાદેવને કરી અને હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં કાશ્મીરમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા નિર્દાેષ લોકોનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું, ત્યારે પછી ઓપરેશન સિંદૂરની થીમબનાવવામાં આવી હતી. અને ત્યાર પછી અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેસમાં જીવ ગુમાવનારાઓને મોક્ષપ્રાપ્તી થાય અને તેમના પરિવારોને કપરા સમયને સહન કરવાની શક્તિ મળે તેના માટે ખાસ મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે જામનગરના વિખ્યાત એવા કાશિવિશ્વનાથ મહાદેવને પણ આબેહુબ શણગાર સજવામાં આવ્યો હતો. શિવાલયોમાં ભોળાનાથનના દર્શનની ઝાંખી કરી શહેરની શિવમય જનતાએ ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ નિર્મલ કારિયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh