Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ
જામનગર તા. ૮: જામનગરમાં ત્રણેક માસ પહેલાં એક આસામીને ડિજીટલ એરેસ્ટ કરી તેની પાસેથી રૂ.૨૬ લાખ ૯૦ હજારની રકમ પડાવી લેવાના કેસમાં જામનગર સાયબર ક્રાઈમની પોલીસ ટૂકડીએ એક આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો છે અને તેને જામનગર લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરના ગણેશ ક્રિષ્નાજી ઠાકરેને એક ફોન આવ્યો હતો અને ફેડેક્સ કુરિયરમાં પાર્સલ આવ્યું છે જેમાં ૧૪૦ ગ્રામ ડ્રગ્સ છે. આથી તમારા વિરૂદ્ધ એનડીપીએસનો ગુન્હો થશે. તેમ જણાવીને સ્કાપ એપમાં વીડિયો કોલ દ્વારા તેમને ડિજીટલ એરેસ્ટ કરી ડરાવી-ધમકાવવામાં આવ્યા હતા અને આ ગુન્હાથી બચવા પૈસાની માગણી કરી હતી અને તે અન્વયે કુલ રૂ.૨૬ લાખ ૯૦ હજારની રકમ અલગ અલગ બેંક ખાતામાં જમા કરાવડાવી હતી.
આ અંગે જે તે સમયે ડિજીટલ એરેસ્ટનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ગુન્હાની તપાસમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરના પોલીસ ઈન્સ. આઈ.એ. ધાસુરા અને તેની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરાયું હતું. જેમાં આરોપીના સગડ મળ્યા હતા. આથી પોલીસ ટીમ રાજસ્થાન પહોંચી હતી અને આરોપી રાજુરામ સોહનરામ ગેહલોત (ઉ.વ.૩ર)ને રાજસ્થાનના જોધપુર પંથકમાંથી ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને જામનગર લાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial