Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ બંધ રહેશે

ફિલ્ટર પ્લાન્ટમાં મરામતના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧ઃ ફિલ્ટર પ્લાન્ટમાં મરામત કામગીરીના કારણે તા. ૧ લી નવેમ્બરના જામનગરમાં અમુક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, અને બીજા દિવસે વિતરણ થશે.

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. ૧ નવેમ્બરના શહેરના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામં આવનાર છે.

તા. ૧-૧૧-ર૦રપ અને શનિવાર જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટમાં ફ્લોક મોડ્યુઅલમાં વર્જીન પી.વી.સી. એંગલ બદલાવવાનું તેમજ રવિપાર્કની રાઈઝીંગ પાઈપલાઈન પર એમ.ઈ.એસ. કેમ્પસની અંદરથી પસાર થતી હોય તેનું લીકેજ રીપેરીંગ કરવાનું હોવાથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં શટડાઉન છે.

આથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ સંલગ્ન રવિપાર્ક, જ્ઞાનગંગા તથા ગોકુલનગર ઈ.એસ.આર.માં તા. ૧-૧૧-ર૦રપ અને શનિવારના પાણી વિતરણ બંધ રહેશે.

રવિપાર્ક ઝોન 'એ' હેઠળ આવતા વિસ્તારો યાદવનગર, ભક્તિનગર, મહાદેવનગર, રાધેક્રિષ્ના પાર્ક, ડીફેન્સ કોલોની, વિશાલ પાર્ક, ગોકુલધામ, બાલજી ૧, ર અને ૩, નવી-જુની ચાલી, આનંદ કોલોની, ભીંડાવાડી, પુરબિયાની વાડી, શિવ ટાઉનશીપ, તીરૂપતિ પાર્ક-ર, રાધેક્રિષ્ટન સોસાયટી, નિલકંઠ પાર્ક, દ્વારકાધીશ પાર્ક, તીરૂપતિ પાર્ક-૧, સંગમ પાર્ક, પુષ્પક પાર્ક, યોગી પાર્ક, ઢીંચડા ગામ વિગેરે વિસ્તારો તેમજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ધોરીવાવ, શિવધામ ૧, ર, ૩, ૬, ૭, ખોડિયાર વીલા, શ્રીરાજ પાર્ક, ખોડલગ્રીન્સ, જે.જે. કબીર, શ્રીજી પાર્ક, યોગીધામ, જયહરિ પાર્ક, ઓમપાર્ક, જ્યોતી પાર્ક-૧, ર, ખોડલવીલા, જે.જે. જશોદાનાથ-૧, ર, ક્રિષ્ના પાર્ક, નીલગીરી વિગેરે તથા ગોકુલનગર ઝોન 'બી' હેઠળ આવતા વિસ્તારો નવાનગર, મુરલીધરનગર-૧ થી ૩, શિવનગર-ર, શ્યામનગર, ખાખીનગર, વિજયનગર, સીતારામ, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, મુરલીધર સોસાયટી, સુભાષનગર, રાજરાજેશ્વરી સોસાયટી, સિદ્ધાર્થનગર, મયુર એવન્યુ, સ્વામિનારાયણ ટાઉનશીપ વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.

ઉક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે તથા એ પછીના દિવસે રૂટિન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શાખા જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh